પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૧-૧૦-૨૦૨૪, મહાઅષ્ટમી ઉપવાસ

ભારતીય દિનાંક ૧૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૮
જૈન વીર સંવત ૨૫૫૦,માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત,સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૮મો, માહે ૪થો રબી ઉલ આખર,સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૪ સુધી (તા. ૧૨મી), પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૧-૪૦ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૭, સ્ટા. ટા.

-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક. ૧૭-૦૩
ઓટ: બપોરે ક. ૧૨-૦૫, રાત્રે ક. ૨૩-૪૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – અષ્ટમી. સરસ્વતી બલિદાન, મહા અષ્ટમી ઉપવાસ, દુર્ગાષ્ટમી, મહાનવમી. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં, વાહન મહિષી, પ્લુટો માર્ગી.

શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં. બાળકને અન્નપ્રાશન, નામકરણ, પ્રથમ માં અંબા,શક્તિમાતાના દર્શન, કુળદેવી દર્શન, નવાં વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન, વેપાર, ખેતીવાડી, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના, પ્રાણી પાળવા.

નવરાત્રિ મહિમા: આજનાં નવરાત્રિનાં પવિત્ર પર્વમાં મા સિદ્ધિદાત્રી સ્વરુપનાં પૂજનનો મહિમા છે.માં ને તલ અર્પણ કરવાં.આજે મહાઅષ્ટમી -મહાનવમીનો ઉપવાસ, માતાજીનો હવન કરવો.આવતી કાલે મહાનવમીનાં કુળદેવીનાં પરંપરાગત નૈવેધ કરવાં તથા નવરાત્રિનાં ઉપવાસનાં પારણા કરવાં. આજે કુજિંકા સ્ત્રોત્રનો પાઠ, સપ્તશતી પાઠ કરવો.શ્રી સુક્તનો પાઠ અભિષેક કરવો.અખંડ લક્ષ્મી, શત્રુથી રક્ષા, ભગવતી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે.એક અન્નદાતા ખેડૂતને બીજ વાવતી વેળાએ કેવળ અનાજ પ્રાપ્તિનું જ લક્ષ્ય હોય છે. તેનીે ઇચ્છાસિદ્ધિરૂપે અનાજના કુંડાની સાથે ડાળા પાંખડા પણ સહજતાથી મળી જાય છે તેવી જ રીતે સાધકને મોક્ષફળ સાથે સાંસારિક સુખો સહજતાથી વણમાગ્યા મળી જ જાય છે. આમ નવરાત્રીમાં માં નવદુર્ગાની ભક્તિ ,સાધનાનો પ્રભાવ અનોખો છે.

આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ નોકરીમાં અધિક પરિશ્રમ પડે. ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ કાર્યક્ષેત્રે નિયમિતતા જાળવી શકે. ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અવ્યવહારુ.

ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker