આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૨૪, સરસ્વતી પૂજન
ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૭મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૦ સુધી (તા. ૧૧મી), પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી: બપોરે ક. ૧૫-૩૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૪ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૧૦-૦૫, રાત્રે ક. ૨૧-૫૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – સપ્તમી. સરસ્વતી પૂજન, સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં ક. ૧૪-૦૬, વાહન મહિષી, બુધ તુલામાં ક. ૧૧-૧૯, વિષ્ટિ ક. ૧૨-૩૨થી ૨૪-૨૫, આયંબિલ ઓળી અઠ્ઠાઈ પ્રારંભ. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, આંબળાના ઔષધીય પ્રયોગો, પરગામ પ્રયાણ મધ્યમ, માલ વેંચવો, વિદ્યારંભ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ.
નવરાત્રિ મહિમા: માં દુર્ગાની આઠમા મહાગૌરિ સ્વરૂપની પૂજાનો મહિમા છે. માં અંબા અને માં બહુચર બન્ને આપણી માં જ છે.શક્તિનું આધ્ય સ્વરૂપ એટલે માં અંબા.જે મોટી બહેન છે,પર્વત પર બિરાજેલ છે. શક્તિનું બાળ સ્વરુપ એટલે માં બહુચર, જે નાની બહેનનું સ્વરૂપ છે ,જે ચાચર ચોકમાં ધરતી પર નીચે બીરાજેલ છે. માં અંબા અને બહુચરની જોડી અનોખી છે.માં અંબા અભયપદ આપે છે,સંભાળે છે, રક્ષણ કરે છે, બહારનાં દુ:ખો દૂર કરે છેે. માં બહુચર બુદ્ધિ આપે છે,સાચવે છે, હસાવે છે, મનનાં દુ:ખો દૂર કરે છે.માતાજીની સાધના કરવાથી ભક્તોના દુ:ખદર્દ જોતાં જ તેમની કરુણાભીની આંખોનો ઝરો ઉભરાવા લાગે છે. દુ:ખદર્દ, બિહામણા સ્વપ્નો દૂર કરીને શત્રુનાશ, જ્ઞાનપ્રાપ્તિ, ઐશ્ર્વર્ય, આરોગ્ય સંપત્તિ, પુત્ર, મિત્ર, પત્ની, ભાતૃ સુખ આપીને છેવટે પરમસુખ મોક્ષ આપે છે. અને જીવનને આધિ, વ્યાધિ, ઉપાધિ રહીત બનાવે છે.આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ દઢ આત્મવિશ્ર્વાસ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-ગુરુ દંભી, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા,ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ (તા. ૧૧) સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્તથી દક્ષિણે મહત્તમ ૫ અંશ ૧૭ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા/તુલા વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.