આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૯-૧૦-૨૦૨૪, સરસ્વતી આહ્વાન,
ભારતીય દિનાંક ૧૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ સુધી (તા. ૧૦મી) પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૯, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૪-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૩ (તા. ૧૦)
ઓટ: સવારે ક. ૦૯-૦૪, રાત્રે ક. ૨૧-૦૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – ષષ્ઠી. સરસ્વતી આહ્વાન, ગુરુ વક્રી થાય છે, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઔષધ ઉપચાર, પરદેશગમનનું પસ્તાનું સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, નિત્ય થતાં ખેતીવાડીના કામકાજ, બુધ-કેતુ ગ્રહદેવતાનું પૂજન
નવરાત્રિ મહિમા: માં દુર્ગાની સાતમી શક્તિ “કાલરાત્રિ છે. અત્યંત ભયાનક સ્વરૂપ વાળી માં કાલરાત્રિ નિત્ય શુભ ફળ આપે છે.આથી શુભંકારી એમ ઓળખાતી માંની સાધનાંથી ભય મુક્ત થવાય છે, ગ્રહ બાધાઓ દૂર થાય છે.દુષ્ટોનો વિનાશ થાય છે. સાતમા દિવસે શિવયોગી સાધક સહસ્ત્રાચાર ચક્રમાં માં કાલરાત્રીનું ધ્યાન ધરી મંત્ર જાપ કરે છે. માં જ્ઞાન આપી જ્યોતિસ્વરૂપ પરમાત્માના દર્શન કરાવે છે. પુરુષનું હૃદય કઠોર હોય છે તેથી શિવ ભગવાનની તપશ્ર્ચર્યાની જ અતિ કઠોરતા ધ્યાનમાં પરિણમે છે અને માતાજીના આશીર્વાદથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ વૈચારિક અસ્થિરતા આવે. ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીતપ્રિય, ચંદ્ર-બુધ ચતુષ્કોણ પીઠ પાછળ નિંદા કરવાની આદત.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ (તા. ૧૦) ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૩૯ કળાના અંતરે રહે છે. ગુરુ સ્તંભી થઇ વક્રી થશે.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.