આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૨૪, વિંછુડો સમાપ્તિ
ભારતીય દિનાંક ૧૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૫મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૭ સુધી (તા. ૯મી), પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૭ સુધી (તા. ૯મી), પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૧ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૨૩, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૨ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૮-૨૦, રાત્રે ક. ૨૦-૨૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – પંચમી. વિંછુડો સમાપ્તિ ક. ૨૮-૦૮, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, મંગળ-બુધ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્ર, ખેતીવાડી, પશુ લે-વેંચ, પ્રાણી પાળવા, હજામત, ઈન્દ્રદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન,
નવરાત્રિ મહિમા: માં ભગવતીના છઠ્ઠા સ્વરૂપ “કાત્યાયની છે. મહર્ષિ કાત્યાયાનની પુત્રી છે. માં કાત્યાયિની અમોધ ફલદાયિની છે. સાધક શિવયોગીમાં કાત્યાયિનીની રાત્રિની ઉપાસના આજ્ઞા ચક્રમાં ધ્યાન ધરતાં મન્ત્રાનુષ્ઠાન કરે છે. માંની ભક્તિથી લૌકિક અને પરલૌકિક તમામ લાભ પ્રાપ્ત થાય છે. સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. રોગ-શોકના નિવારણ સાથે યશ, માન, પ્રતિષ્ઠા, ધન-દૌલત, પ્રભાવ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
આચમન: સૂર્ય-શનિ પ્રતિયુતિ અધિકારીઓ સાથે વિવાદ થાય ચંદ્ર-શનિ ત્રિકોણ. કરકસરિયા
ખગોળ જ્યોતિષ: સૂર્ય-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-જયેષ્ઠા યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.