આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૫-૧૦-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨જો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૨૧-૩૨ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૩, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૫ (તા. ૬)
ઓટ: સવારે ક. ૦૬-૪૬, સાંજે ક. ૧૮-૫૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – તૃતીયા. તૃતીયા વૃદ્ધિ તિથિ છે. મુસ્લિમ ૪થો રબી ઉલ આખર માસારંભ. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
નવરાત્રિ મહિમા: માં દુર્ગાની ત્રીજી શક્તિ ચન્દ્રઘન્ટા છે. માનું સ્વરૂપ પરમ્ શક્તિદાયક અને કલ્યાણકારી છે.મસ્તક ઉપર ઘન્ટના આકારનું અર્ધ ચન્દ્ર ધારણ કરેલ છે. સુવર્ણ સમાન ચમકતું શરીર ધારણ કરેલ દેવી સિંહ પર સવાર છે.શિવયોગી મણિપુર ચક્રમાં દેવીનું ધ્યાન ધરી જપ મંત્ર સાધના કરે છે. નવરાત્રિ પર્વ વિશેષરૂપે બે જ ૠતુઓમાં ઊજવાય છે. શરદ અને વસંત ૠતુમાં. આ ૠતુઓ સર્વ માટે ‘યમદંષ્ટ્ર’ (યમની દાઢ) કહેવાય છે, કેમ કે તે બહુ કષ્ટદાયક છે, કેમ કે આ ૠતુઓમાં રોગોનું પ્રમાણ વધી જાય છે અને તેથી જ તો નવરાત્રિ વ્રત કરવું તે આરોગ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે.
મુહૂર્ત વિશેષ: આજ રોજ મહાવીર શ્રી હનુમાનજી તથા વાયુદેવતાના પૂજનનો મહિમા છે. શનિ-રાહુ દેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, મહેંદી લગાવવી, નિત્ય થતાં દુકાન-પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અનીતિમાન, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૬)
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.