આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૪-૧૦-૨૦૨૪, ચંદ્રદર્શન.
ભારતીય દિનાંક ૧૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧લો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર તુલામાં ,ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ : ભરતી : બપોરે ક. ૧૨-૩૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૪ (તા. ૫),ઓટ: સાંજે ક. ૧૮-૩૨ વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – દ્વિતિયા.ચંદ્રદર્શન. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે. મુહૂર્ત વિશેષ: વૈદ્યુતિ જન્મયોગ શાંતિ પૂજા, મંગળ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નિત્ય થતાં પશુ લે-વેંચ, યંત્ર, દસ્તાવેજ, દુકાન-વેપાર, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
નવરાત્રિ મહિમા: આજ રોજ શક્તિ ઉપાસના ઉપરાંત શિવજીની ઉપાસના પૂજન, શિવજીને બિલીફળ અર્પણ કરવું. બિલીનું વૃક્ષ વાવવું, શિવ પિતા છે. પાર્વતી માતા છે. બીજી નવરાત્રિમાં માતાનાં બ્ર્ાહ્મચારિણી સ્વરૂપના પૂજનનો મહિમા છે. બ્રહ્મચારિણી અર્થાત્ તપનાં આચરણ કરવાવાળી દેવી,જેનું સ્વરૂપ જ્યોતિર્મય ભવ્ય છે.જેમનાં જમણા હાથમાં જપમાલા અને ડાબા હાથમાં કમંડળ છે. જેની ઉપાસના શિવયોગી,સાધકો અને ભક્તોમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વિૃદ્ધ તથા અનંત ફળ દાતા છે.સાધક સ્વાધિષ્ઠાન ચક્રમાં ધ્યાન કરી મંત્રજાપ કરે છે.શક્તિની ઉપાસના માટે નવરાત્રિના નવ દિવસ ઉપરાંત નિત્ય દૈનિક પ્રાત: પૂજા, સનાનત ધર્મમાં મહિમાવંત છે. શરીરનાં શ્ર્વાસને ચલાવી રહેલ એ પરમ શક્તિ આપણામાં જ રહેલી છે. એને જાગૃત કરવા માટે પાપો આચરવાનાં બંધ કરીએ તો તુરંત શક્તિનું પ્રાક્ટય અનુભવાશે.
આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી, સૂર્ય-શનિ ત્રિકોણ સ્થાવર મિલકતથી લાભ થાય, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભીપણું, ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, સૂર્ય-શનિ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૫), ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૫),ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર