પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૩૦-૯-૨૦૨૪,

તેરસનું શ્રાદ્ધ, શિવરાત્રિ
ભારતીય દિનાંક ૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૭મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૫૦, રાત્રે ક. ૨૩-૦૭
ઓટ: સાંજે ક. ૧૬-૫૬ મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૩ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, તેરસનું શ્રાદ્ધ, નાના બાળકોનું શ્રાદ્ધ. કલિયુગાદિ, વિષ્ટિ ક. ૧૯-૦૦થી, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
મુહૂર્ત વિશેષ: શિવરાત્રિ પર્વ હોઈ વિશેષરૂપે આજે શિવરુદ્રાભિષેક, શિવભક્તિ, રાત્રિ જાગરણનો મહિમા છે. ચંદ્ર-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, ખાખરાના વૃક્ષનું પૂજન, માલ વેંચવો, ખેતીવાડી, સ્થાવર લેવડદેવડ,પશુ-લે-વેંચના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિશેષરૂપે મહાલક્ષ્મી માતાની પૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત અભિષેક, મહાલક્ષ્મી મંદિરમાં કમળના ફૂલ અર્પણ કરવા.
શ્રાદ્ધ પર્વ: આજ રોજ કલિયુગાદિ તિથિ હોઈ તર્પણનો મહિમા પણ અધિક છે. તેરસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. તેરસનું શ્રાદ્ધ આયુષ્યમાં વૃદ્ધિ આપે છે. શ્રાદ્ધ વિધિ આળસ કર્યા વગર બ્રાહ્મણ દ્વારા વિધિ સહિત કરાવવાની તત્પરતા દાખવીએ તો શ્રાદ્ધનો મર્મ, મહિમા જળવાઈ રહે છે. શ્રાદ્ધમાં અન્નદાન, ભોજન એ આવશ્યક કર્મ છે.
આચમન:મંગળ-શનિ ત્રિકોણ દૃઢ નિશ્ર્ચયી, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી, સૂર્ય-બુધ યુતિ ગણતરીબાજ.
ખગોળ જ્યોતિષ: મંગળ-શનિ ત્રિકોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ, સૂર્ય-બુધ યુતિ (તા. ૧)
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ