પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌરશરદૠતુ), રવિવાર, તા. ૨૯-૯-૨૦૨૪, બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ

ભારતીય દિનાંક ૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૬મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૮ સુધી (તા. ૩૦), પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૦, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૧૦-૧૮, રાત્રે ક. ૨૨-૩૪
ઓટ: સાંજે ક. ૧૬-૩૧ મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૧ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દ્વાદશી. બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ (રેંટિયા બારસ), પ્રદોષ, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
મુહૂર્ત વિશેષ: મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, કેતુગ્રહ, સૂર્યદેવતાનું પૂજન, ગાયત્રીમાતાનું પૂજન, જાપ, હવન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી ગણેશપૂજા, પ્રદોષ-વ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક, શિવભક્તિ, ભજન, નામસ્મરણ, કીર્તન, રાત્રિ જાગરણ.
શ્રાદ્ધ પર્વ: બારસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું જે બુદ્ધિબળમાં વૃદ્ધિ કરી વ્યક્તિને મેધાવી બનાવે છે. સંન્યાસીના શ્રાદ્ધ આજ રોજ કરવા, શ્રાદ્ધપર્વમાં મઘા શ્રાદ્ધનું મહત્ત્વ અધિક છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં આવતું કર્મકાંડ. જે કર્મ, ધર્મને અનુલક્ષીને છે તેમાં શ્રદ્ધાનો ભાવ દાખવવો આવશ્યક છે. બ્રાહ્મણ શ્રાદ્ધ સમજણપૂર્વક કરાવે છતાંય તર્ક અને બુદ્ધિ વધુ કામ કરે તો પ્રશ્ર્નો ઉપસ્થિત થાય. આ પ્રશ્ર્નોને મહત્ત્વ ન આપતા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધવિધિમાં મન પરોવવું એ શ્રાદ્ધક્રિયાનો મહિમા છે. આજ રોજ વડનું પણ પૂજન અવશ્ય કરવું.
આચમન: સૂર્ય-રાહુ પ્રતિયુતિ વડીલો સાથે મતભેદો થયા કરે, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ વિકૃત મનોદશાવાળા બુધ-રાહુ પ્રતિયુતિ તકરારી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, બુધ-રાહુ પ્રતિયુતિ (તા. ૩૦). ચંદ્ર-મઘા યુતિ થાય છે. મંગળ પુનર્વસુ પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button