પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૨૭-૯-૨૦૨૪
ભારતીય દિનાંક ૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૪મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૦ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૦, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૮-૦૫૯, રાત્રે ક. ૨૧-૦૮
ઓટ: બપોરેે ક. ૧૫-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૫ (તા. ૨૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દસમી. એકાદશીનું શ્રાદ્ધ, વિષ્ટિ ક. ૧૩-૨૦ સુધી. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
મુહૂર્ત વિશેષ: સુવર્ણ ખરીદી, શનિ દેવતાનું પૂજન, પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચ, દુકાન-વેપારના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
શ્રાદ્ધ પર્વ: એકાદશી તિથિએ એ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. એકાદશી શ્રાદ્ધ મોક્ષ અપાવે છે. સુખ સંપત્તિ શાંતિ આપે છે. સમગ્ર વર્ષમાં ૧૭૦ દિવસ શ્રાદ્ધ અને વિધવિધ પ્રકારે કરવાનો ઉલ્લેખ છે એટલે કે શ્રાદ્ધ ફક્ત એક જ દિવસ, ભાદ્રપદના શ્રાદ્ધપક્ષમાં ન કરતાં બ્રાહ્મણ દ્વારા તીર્થયાત્રામાં, દિવંગતની તિથિ, અમાસ, સંક્રાંતિ, ગ્રહણ, શિવરાત્રિ, પ્રદોષ, પાંચમ, બુધવાર આદિ અનેક તિથિ પર્વ યોગોમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ ઉપરાંત જરૂરતમંદોને દાન કરવું, વિદ્યાર્થીઓને, પશુ-પંખી-ગાય, જીવસૃષ્ટિ, અશક્તોને માટે મદદરૂપ થવું, બ્રાહ્મણોને પોતાની આજીવિકા જળવાઈ રહે તે માટે ઉપયોગી થવું.
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ લોકોમાં જાહેરજીવનમાં સફળતાનો અભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, સૂર્ય હસ્ત પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button