પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૨૬-૯-૨૦૨૪, દશમનું શ્રાદ્ધ, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ

ભારતીય દિનાંક ૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૩મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૩-૩૩ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૭-૧૨ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૭-૩૨, રાત્રે ક. ૧૯-૧૭
ઓટ: બપોરેે ક. ૧૪-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૭ (તા. ૨૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – નવમી. દશમનું શ્રાદ્ધ, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત ક. ૨૫-૧૦, વાહન મોર (સંયોગીયું નથી). ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ ક. ૨૩-૩૪ થી સૂર્યોદય, વિષ્ટિ ક. ૨૪-૪૭થી.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, સપ્તષતી પાઠ વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, ગુરુગ્રહદેવતાના જાપ-પૂજન, અદિતિ પૂજન, વાંસ વાવવા, ધાન્ય ભરવું, બી વાવવું, નિત્ય થતાં દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચના કામકાજ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી. ગુરુપુષ્યામૃત યોગમાં મંત્રસિદ્ધિ, શ્રીયંત્ર સિદ્ધિ, બ્રહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત, પ્રેરિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશ યંત્ર પ્રતિષ્ઠા પૂજા, અભિષેકનો મહિમા છે. શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્, પુરુસુક્ત, રાત્રિસુક્ત, અભિષેકનો મહિમા.
શ્રાદ્ધ પર્વ: દસમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. દસમનું શ્રાદ્ધ બ્રહ્મલોક અપાવે છે. આજ રોજ ધાન્યનું દાન કરવું. ક્ધયા પૂજન કરી જમાડવા. પરમાત્મા સાથેનું સાયુજ્ય શ્રાદ્ધ દ્વારા સાકાર થઈ શકે છે. કાગડાનું મહત્ત્વ: ગરુડ પુરાણમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ ગણાવ્યો છે. કાગડામાં “ટેલીપેથી (સામાવાળાનાં) વિચારો જાણી લેવાની અદ્ભુત શક્તિ હોય છે. મૃત વ્યક્તિના પ્રાણસૂત્રને તે ઓળખે છે. આથી જ શ્રાદ્ધમાં કાગવાસ નાખવામાં આવે છે. ગાયને માતાનું સ્વરૂપ આપેલ છે. બ્રાહ્મણો દેવતાઓનું પ્રતિનિધિત્વ ગણાય છે. આથી આ બધાને જમાડવાનું વિધાન પ્રચલિત છે.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ (તા. ૨૭) ચંદ્ર પુનર્વસુ યુતિ થાય છે.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button