આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૧૮-૧૦-૨૦૨૩,
વિનાયક ચતુર્થી, ભદ્રા
ભારતીય દિનાંક ૨૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૦-૫૯ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં, ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૩-૨૯, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૯ (તા. ૧૯),
ઓટ: સવારે ક. ૦૭-૨૯, રાત્રે ક. ૧૯-૨૯,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, માનાચતુર્થી (બંગાલ-ઓરિસ્સા), સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે ક. ૧૨-૨૪, કાવેરી સંક્રમણ સ્નાન, વિંછુડો, ભદ્રા બપોરે ક. ૧૩-૨૩થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૨. (તા. ૧૯મી), બુધ તુલામાં. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે. મુહૂર્ત વિશેષ: સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થસ્નાન તર્પણ, જપ,અનુષ્ઠાન દાન, પ્રાયશ્ર્ચિતત્ત્ત સ્નાન, ત્રિપિંડી શ્રાદ્ધ, શિવપૂજા અગ્નિદેવતાનું પૂજન બુધ-શનિ ગ્રહદેવતાનું પૂજન, નાગકેસરના ઔષધીય પ્રયોગો, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્રો, વાસણ. આભૂષણ, નિત્ય થતાં દસ્તાવેજ- પશુ લે-વેંચ-દુકાન-વેપાર સ્થાવર લેવડદેવડનાં કામકાજ, બી વાવવું, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી સુક્ત, પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક. અતિચારી બુધ તુલા રાશિમાં તા.૬ નવેમ્બર સુધી રહે છે. ગોળ, ખાંડ, સોેનું, રૂ વગેરેમાં તેજી, ચાંદી, અળશી, સરસવ, મગફળી વગેરેમાં મંદી. તાવનાં રોગનો ઉપદ્રવ જોવા મળે,કેટલેક ઠેકાણે વાયુ, વરસાદ જોવા મળશે. નવરાત્રિ મહિમા: નવરાત્રિ પર્વનાં આજનાં ચોથા દિવસે દેવીનાંં કુષ્માન્ડા સ્વરૂપનું પૂજન થાય છે. શાક્ત સંપ્રદાય ઇશ્ર્વરના દેવીસ્વરુપની આરાધના કરે છે. માતા દુર્ગાને આદિશક્તિ માનવામાં આવે છે. પંચતત્ત્વો, સજીવ સૃષ્ટિ, વનસ્પતિ જીવ સૃષ્ટિનાં ચેતન તત્ત્વનાં ચાલક આદિશક્તિ છે. સક્તિ ઉપાશકો નિત્ય દૈનિક જીવનમાં શક્તિની પૂજા, આરાધનાં સહજતાથી કરછે. વર્ષની ચાર નવરાત્રિ પણ આરાધના માટે ઉત્તમ તક આપે છે. નવરાત્રિમાં ઘટસ્થાપન, જ્વારા પૂજન, નવ દિવસના ઉપવાસ, મંત્ર અનુષ્ઠાન, સપ્તશતી પાઠ, નૈવેદ્ય ઈત્યાદિ મહત્ત્વના ઉપચારો છે. આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ એદી સ્વભાવ, સૂર્ય-રાહુ પ્રતિયુતિ મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ કરવામાં વિલંબ થાય. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, સૂર્ય-રાહુ પ્રતિયુતિ,ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-ક્ધયા/ તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.