આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૯-૯-૨૦૨૪, દ્વિતીયા તિથિનું શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૨૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૬મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૮-૦૩ સુધી, પછી રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ (તા. ૨૦મી), પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : બપોરે ક. ૧૨-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૩ (તા. ૨૦)
ઓટ: સાંજે ક. ૧૮-૩૯,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દ્વિતીયા. ભાદ્રપદ કૃષ્ણ પક્ષ પ્રારંભ, દ્વિતીયા તિથિનું શ્રાદ્ધ, પંચક સમાપ્તિ સાંજે ક. ૧૯-૧૫.
મુહૂર્ત વિશેષ: ગુરુ -શનિ -બુધ ગ્રહદેવતાનું પૂજન, દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, નિત્ય થતાં દુકાન વેપાર, પશુ લે-વેચનાં કમકાજ, મિત્રતા કરવી, બી વાવવું. પૂષાદેવતાનું પૂજન, માલ લેવો, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા.
શ્રાદ્ધ પર્વ: આજ રોજ બીજ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ કરવું, શ્રાદ્ધ પર્વ એ નૈમિતિક છે. ફરજિયાત છે. “શ્રાદ્ધનો સમય બપોરે મધ્યાહન સમય ગણવામાં આવે છે. સવાર અને સાંજનો સમય દેવતાઓના સમય કહેવાય છે. મધ્યાહનનો સમય પિતૃઓનો ગણવામાં આવે છે. આથી શ્રાદ્ધનો સમય ૧૧ વાગ્યા પછી ગણવામાં આવે છે. ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂતિને આ સ્થાને જ્ઞાન આપીને વચન આપેલું કે આ સ્થાને જે શ્રાદ્ધ કરશે તેનો હું ઉદ્ધાર કરીશ. અહીં મોક્ષપીપળો આવેલો છે. જ્યાં પાણી રેડશે તેના પિતૃઓને મોક્ષ મળે છે તેવું કથન છે. શ્રાદ્ધનો સમયને કુટુંબ બેલા કહેવાય છે.સનાતન સંસ્કૃતિનું અંગ છે. શ્રાદ્ધ કરવું એટલે દિવંગતજનો જે પિતૃદેવતાઓ એમ ઓળખાય છે. પિતૃઓની તરફ શ્રદ્ધાનો ભાવ વ્યક્ત કરવા માટે શ્રાદ્ધપર્વનું આયોજન ૠષિમુનિઓએ કરેલું છે.આચમન: સૂર્ય-હર્ષલ ત્રિકોણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે. બુધનો પૂર્વમાં અસ્ત થાય છે.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.