આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૧૭-૯-૨૦૨૪,
અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ
ભારતીય દિનાંક ૨૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૪મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૧૩-૫૨ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૩ સુધી (તા. ૧૮મી) પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૧૪, રાત્રે ક. ૨૩-૩૪
ઓટ: સાંજે ક. ૧૭-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૭ (તા. ૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ચતુર્દશી. અનંત ચતુર્દશી, પાર્થિવ ગણેશ વિસર્જન, વ્રતની પૂનમ, પૌષ્ઠપદી પૂનમ, અન્વાધાન, વિષ્ટિ ક. ૧૧-૪૫થી ૨૧-૫૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ-માંગલિક કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: આજ રોજ પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યો થઈ શકે છે. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી ગણેશ પૂજા અભિષેક, હવન, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રીસુક્ત-પુરુસુક્ત અભિષેક. રાહુ ગ્રહદેવતાનું પૂજન, વરુણ દેવતાનું પૂજન, કદંબનું વૃક્ષ વાવવું, આંબો વાવવો, પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, માલ લેવો, રત્નધારણ, વૃક્ષ વાવવા, ધાન્ય વેંચવું, હનુમાન ચાલીસા વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન.
ગણેશ મહિમા: આજ રોજ શ્રી ગણેશ મહાપર્વનું સમાપન થાય છે. શ્રી ગણેશ ઓંકારનું જ સ્થૂળ, પ્રત્યક્ષ સ્વરૂપ દર્શાવે છે. ગજમુખ ધરાવનાર શ્રી ગણેશ પરમાત્માના મહિમાને કોઈ વિશિષ્ટ રીતે પ્રગટ કરે છે અને આમ તે ખરેખર પ્રત્યક્ષ બ્રહ્મ જ છે એમ પ્રતીત થાય છે. શ્રી ગણેશની ભક્તિ, કીર્તન, નામસ્મરણ માટેની તક આપતું આ મહાપર્વ હજારો વર્ષથી મહિમાવંત છે.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિના, ચંદ્ર-શનિ યુતિ કામમાં સતત પ્રવૃત્ત રહે. ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૧૮),
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. ૧૮-૯-૨૦૨૪,
પ્રતિપદાનું શ્રાદ્ધ, અંબાજીનો મેળો,
ભારતીય દિનાંક ૨૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૫મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૫૦, મધ્યરાત્રે ક. ૦૦-૧૯
ઓટ: સાંજે ક. ૧૮-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૮ (તા. ૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પૂર્ણિમા. અંબાજીનો મેળો, ભાદરવી પૂનમ, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સંન્યાસીના ચાતુર્માસ સમાપ્તિ, મહાલય પ્રારંભ, પ્રતિપદાનું શ્રાદ્ધ, ગોત્રીરાત્રિ વ્રત સમાપ્તિ, એકમનો ક્ષય છે. શુક્ર તુલામાં ક. ૧૩-૫૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રાદ્ધ પર્વ: આજથી ભાદ્રપદના શ્રાદ્ધ પર્વ કર્મનો પ્રારંભ થાય છે. આજે એકમનું શ્રાદ્ધ કરવું. આજથી તા. ૨ ઓક્ટો.પર્યંત છે. તા. ૧૮એ એકમનું શ્રાદ્ધ, તા. ૧૯મીએ બીજનું, તા.૨૦મીએ ત્રીજનું, તા.૨૧મીએ ચોથનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ તા. ૨૨મી પાંચમ, છઠ્ઠનું શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ, તા.૨૩મીએ સાતમનું શ્રાદ્ધ, તા. ૨૪મીએ આઠમનું શ્રાદ્ધ, તા. ૨૫મીએ નવમીનું સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, તા. ૨૬મીએ દશમનું શ્રાદ્ધ, તા. ૨૭મીએ એકાદશીનું શ્રાદ્ધ, તા. ૨૮મીએ તિથિ શ્રાદ્ધ નથી. તા. ૨૯મીએ બારસનું, મઘા શ્રાદ્ધ, સંન્યાસીના શ્રાદ્ધ, તા. ૩૦મીએ તેરસનું શ્રાદ્ધ, તા. ૧લીએ ચતુર્દશીનું, શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ. તા. ૨જીએ સર્વપિત્રી, દર્શ અમાસ,પૂનમ-અમાસનું શ્રાદ્ધ મહાલય સમાપ્ત.
આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ કુટુંબ ક્લેશ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ ભાવનાપ્રધાન, બુધ-શનિ પ્રતિયુતિ સંકુચિત મનના, ચંદ્ર-રાહુ યુતિ શંકાશીલ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ, બુધ-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૧૯) શુક્ર-ચિત્રા યુતિ.ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ. ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ભાદ્રપદ પૂર્ણિમા યોગ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.