પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૬-૯-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૩મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ઘનિષ્ઠા સાંજે ક. ૧૬-૩૨ સુધી, પછી શતભિષા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૩૯, રાત્રે ક. ૨૨-૫૦
ઓટ: બપોરે ક. ૧૬-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૩ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ત્રયોદશી. સૂર્ય ક્ધયા રાશિમાં ક. ૧૯-૪૪. સંક્રાંતિ પુણ્યકાળ બપોરે ક. ૧૨-૩૪ થી સાંજે ૧૮-૪૧. ઈદે મિલાદ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહ દેવતાનું પૂજન, વસુ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્ત્રો, આભૂષણ પહેરવાં, રત્ન ધારણ, ધાન્ય વેચવું, વૃક્ષ રોપવાં, બી વાવવું, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા.
શ્રી ગણેશ મહિમા: આજે ગણેશ મંદિરમાં ધજા-કળશ પતાકા ચઢાવવી, નર ગજના સ્વરૂપ પ્રાપ્ત કરી ગણેશજી જીવનમાં સંયોજક ક્ષમાહારક, સમન્વયકારક અને સંશ્ર્લેષક બુદ્ધિની પ્રાપ્તિ માટેનું મૂળ સ્વરૂપ જણાય છે. શ્રી ગણેશજીની આકૃત્તિ જીવતત્ત્વ અને ઈશ્ર્વરતત્ત્વના પ્રેરણાસ્ત્રોત્ર છે. જ્ઞાનીઓ માટે વધુ ને વધુ જ્ઞાન અને ભક્તિ દ્વારા ઈશ્ર્વર તરફના પ્રયાણને જાળવી રાખવા શ્રી ગણેશભક્તિ અનિવાર્ય છે.
આચમન:ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-મંગળ ત્રિકોણ ઉદ્યમી, મંગળ-રાહુ ચતુષ્કોણ રાજકારણમાં અપયશનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૧૭), મંગળ-રાહુ ચતુષ્કોણ (તા. ૧૭)
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button