આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૫-૯-૨૦૨૪
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૫-૯-૨૦૨૪,વામન જયંતી
ભારતીય દિનાંક ૨૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૨મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૮-૪૮ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૧૬મી) પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬, સ્ટા.ટા. સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩, સ્ટા. ટા.
-:મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૦-૦૧, રાત્રે ક. ૨૨-૦૨
ઓટ: બપોરે ક. ૧૬-૦૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૭ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દ્વાદશી. વામન જયંતી, વિષ્ણુ પરિવર્તનોત્સવ, પ્રદોષ, કલ્કી દ્વાદશી, ક્ષીરદાન, પંચક પ્રારંભ ક. ૧૯-૪૪. ગોત્રી રાત્રિ વ્રતારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ,શીવ પૂજા,ભક્તિ,રાત્રિ જાગરણ,શ્રી સર્વશાંતિ,શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, વાહન, સવારી,દુકાન,હજામત,માલ લેવો,પ્રયાણ શુભ,બાળકને અન્નપ્રાશન,નામકરણ,દેવ દર્શન,રાજ્યાભિષેક,વૃક્ષ વાવવાં,ધજા કળશ પતાકા ચઢાવવી,સીમંત સંસ્કાર,ખેતીવાડી.ધાન્ય ભરવું.
શ્રી ગણેશ મહિમા: ગણપતિના મસ્તક અને જુદા જુદા અવયવો દ્વારા આપણને અનેક રીતે મહાન બનવાની પ્રેરણા મળે છે. મનુષ્યનું મસ્તક તેના વ્યક્તિત્વનો પરિચય આપે છે તેમ શ્રી ગણેશના ગજમુખ દ્વારા તેમનું સામર્થ્ય, સ્વભાવ અને મહાનતાની પ્રતીતિ થાય છે. મસ્તક એ શરીરનો મહત્ત્વનો ભાગ હોય તેને ઉત્તમ અંગ પણ કહી શકાય. ગણેશજીના ગજાનંદ એમ નામ માત્રથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કર્તા શ્રી ગણેશ છે. એવું પ્રતીત થાય છે. શ્રી ગણેશની વાંકી સૂંઢ, મુખાકૃતિ, પેટ એમ સમગ્ર શરીરની આકૃતિ ઓંકાર કે પ્રણવ સાથે સામ્યતા ધરાવે છે.
આચમન:શુક્ર-ગુરુ ત્રિકોણ મળતાવડા, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા , ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકોમાં માનીતા.
ખગોળ જ્યોતિષ: શુક્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૧૬),
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ