પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૧૩-૯-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૦મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૩ સુધી (તા. ૧૪મી), પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૮-૧૪, રાત્રે ક. ૧૯-૩૩
ઓટ: બપોરે ક. ૧૪-૩૨, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૯ (તા. ૧૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દસમી. સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ક. ૦૯-૩૫. વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શુક્ર ગ્રહદેવતાનું પૂજન, આંબળાના ઔષધીય પ્રયોગો, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, મિલકત લેવડદેવડ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ.
શ્રી ગણેશ મહિમા: ગણેશજી સંવેદન, સંરક્ષણ અને સંવર્ધનના દ્યોતક છે. ગણપતિ મનુષ્યને પોતાની લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે અને પ્રતિષ્ઠા વધારે એવાં કાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા પણ આપે છે. કોઈપણ વાતના સાર ગ્રહણની ને નિંદા વગેરેથી પ્રભાવિત ન થવાની પ્રેરણા શ્રી ગણેશજી આપે છે.
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ પરિવારના વ્યવહારુ બાબતોમાં સાવચેતી દાખવવી જરૂરી છે. ચંદ્ર-સૂર્ય ત્રિકોણ જાહેર પ્રસંગોમાં સફળતા મેળવશો.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ. શુક્ર ચિત્રા નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ ૧૫ કળાના અંતરે રહે છે. સૂર્ય ઉત્તરા ફાલ્ગુની પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker