આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૯-૯-૨૦૨૪, સૂર્ય છઠ્ઠ
ભારતીય દિનાંક ૧૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૫મો માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર વિશાખા સાંજે ક. ૧૮-૦૩ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં રાત્રે ક. ૧૧-૨૮ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૯, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૫૫, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૦ (તા. ૧૦)
ઓટ: સવારે ક. ૦૮-૩૩, રાત્રે ક. ૨૦-૫૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ષષ્ઠી. સૂર્ય છઠ્ઠ, ચંપા છઠ્ઠ, બલરામ જયંતિ, વિંછુડો પ્રારંભ ક. ૧૧-૨૮.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ:ઇન્દ્રદેવતાનું પૂજન,ગુરુ ,ચંદ્ર ગ્રદેવતાનું પૂજન,અગ્નિ દેવતાનું પૂજન,શ્રી વિષ્ણું -લક્ષ્મી પૂજા,પર્વ પૂજા નીમિત્તે નવા વસ્ત્રો,આભૂષણ,
શ્રી ગણેશ મહિમા: ગણેશ એટલે ગણોનો ઈશ. ગણ શબ્દ, સમુદાય તથા વર્ગનો વાચક છે અને ઈશ એટલે સ્વામી, નિયામક કે અધિપતિ, ગણ શબ્દ ભગવાન શિવના અનુચરો માટે પણ વપરાય છે. બધા શિવગણોના ઈશ એટલે ગણેશ. ગણેશજી તે સર્વના સ્વામી છે. આજે ચંદ્ર બુધનાં ,ચંદ્ર હર્ષલ અશુભ યોગ હોય તેમણે બ્ર્ાાહ્મણ દ્વારા શ્રી ગણેશ હવન ,શ્રી સૂર્યનારાયણ પૂજન વિધિ કરાવવી.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ (તા. ૧૦), કેતુ હસ્ત નક્ષત્ર પ્રવેશ, બુધ-મઘા યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.