આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ),
શનિવાર, તા. ૭-૯-૨૦૨૪, શ્રી ગણેશ ચતુર્થી
ભારતીય દિનાંક ૧૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૪થો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૨-૩૩ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : બપોરે ક. ૧૪-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૦ (તા. ૮)
ઓટ: સવારે ક. ૦૭-૨૮, રાત્રે ક. ૧૯-૫૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ચતુર્થી. શ્રી ગણેશ ચતુર્થી, સિદ્ધિવિનાયક ચતુર્થી, પાર્થિવ શિવપૂજા પ્રારંભ, સંવત્સરી પર્વ, જૈન ચતુર્થી પક્ષ, ભદ્રા સમાપ્તિ ક. ૧૭-૩૭. ચંદ્ર અસ્ત ક. ૨૧-૧૮.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
શ્રી ગણેશ મહિમા: આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થાય છે. દેશ દેશાવરમાં, દરેક વર્ણમાં શ્રી ગણેશજી સર્વમાન્ય દેવ છે. શુભ પ્રસંગોના આરંભોમાં કોઈપણ પૂજાના પ્રારંભમાં શુભ મંગળ કાર્યો, પ્રસંગો, પ્રવાસ, લખાણ ઈત્યાદિમાં પ્રથમ શ્રી ગણેશનું આવાહ્ન સ્મરણ, પૂજા કરવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં મંડપ મુહૂર્તમાં પ્રથમ શ્રી ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. કોઈપણ કાર્યના પ્રારંભાય એટલે સ્વાભાવિક રીતે શ્રી ગણેશ થયા એમ ઉચ્ચારવામાં આવે છે. શ્રી ગણેશ કર્યા એટલે માંગલિક કાર્ય કે કોઈપણ કામકાજ આયોજનનો પ્રારંભ કર્યો તેમ સમજવામાં આવે છે. ગણપતિ મહાપર્વ ભાદ્રપદ સુદ-૧૪, મંગળવાર, તા. ૧૭ અનંતચતુર્દશી સુધી ઉજવવામાં આવશે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, તુલસીપૂજા, શ્રી ગણેશ સહસ્ર નામાવલી, મંગળ-શનિ ગ્રહદેવતાનું પૂજન, શ્રી હનુમાનજીનું પૂજન, શનિદેવતાનું પૂજન, ચંદ્ર બળ જોઈ પ્રયાણ, મહેંદી લગાવવી, માલ લેવો, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વાયુદેવતાનું પૂજન, રાહુદેવતાનું પૂજન. ઉપવાટિકા બનાવવી. વૃક્ષ રોપવા.
આચમન: બુધ-હર્ષલ ચતુષ્કોણ સંગીત પ્રિય, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિ પ્રિય
ખગોળ જ્યોતિષ: બુધ-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), રવિવાર, તા. ૮-૯-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૫મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૫-૩૦ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : બપોરે ક. ૧૪-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૭ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૭-૫૮, રાત્રે ક. ૨૦-૨૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પંચમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રીમાતાનું પૂજન. નાગદેવતાનું પૂજન, વાયુ-રાહુદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પરદેશ પ્રવાસનું પસ્તાનું, પરગામ પ્રયાણ મધ્યમ, હજામત, વિદ્યારંભ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નવાં વસ્રો, આભૂષણ, માલ લેવો, દુકાન-વેપાર, રત્નધારણ, પશુ લે-વેંચ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, વૃક્ષરોપવા, ઉપવાટિકા બનાવવી.
શ્રી ગણેશ મહિમા: જેઓ પોતાના કાર્યક્ષેત્ર માટે સંતુષ્ટ ન હોય, અવારનવાર, કામધંધા-નોકરી બદલવાના વિચારો આવતા હોય તેમણે શ્રી ગણેશની ભક્તિ, પૂજા, સ્તોત્રપાઠ, સંકષ્ટ ચતુર્થી, વ્રત ઈત્યાદિ જીવનમાં અપનાવવાથી પોતાના કામકાજમાં સ્થિરતા, હિંમતપૂર્વક, અડગતાથી પ્રગતિ સાધી શકશે. જન્મકુંડળીમાં સૂર્ય-શનિના રાહુના અશુભ યોગો હોય, કેન્દ્રસ્થાનમાં પાપગ્રહો સ્કવેર યોગમાં હોય, ચંદ્રના શનિ સાથેના અશુભ યોગો હોય તેમણે શ્રી ગણેશની નિત્ય ઉપાસના ચાલુ રાખવી.
આચમન: સૂર્ય-શનિ પ્રતિયુતિ, પરિવારમાં ખોટા આક્ષેપનો સામનો કરવો પડે. ચંદ્ર-શનિ ત્રિકોણ નિર્ણયો લેવામાં શીઘ્રતા દાખવે.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ,
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.