આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. ૪-૯-૨૦૨૪, ભાદ્રપદ શુક્લ પક્ષ પ્રારંભ, રામદેવપીરના નોરતા પ્રારંભ, મહાવીર સ્વામી જન્મવાંચન
ભારતીય દિનાંક ૧૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧લો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૩ (તા. ૫મી) સુધી, પછી હસ્ત.
ચંદ્ર સિંહમાં સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ) ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૪૭, મધ્યરાત્રે ક. ૦૦-૫૮
ઓટ: સાંજે ક. ૧૮-૪૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પ્રતિપદા. ભાદ્રપદ શુક્લ પક્ષ શરૂ, ચંદ્રદર્શન, મૌનવ્રતારંભ, રુદ્ર વ્રત, રામદેવપીરના નોરતા પ્રારંભ, મહાવીર સ્વામી જન્મવાંચન, બુધ સિંહમાં ક. ૧૧-૪૨.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-બુધ ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવ પૂજન, અર્યંમ્માં પૂજન, પીપળાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. સ્થિર પ્રકારના કાર્યો બેન્ક એકાઉન્ટ ખોલાવવું, મિત્રતા કરવી. ડિમેટ એકાઉન્ટ ખોલાવવું, મુંડન કરાવવું નહીં. નવા વસ્રો, આભૂષણ, દુકાન વેપાર, નોકરી, દસ્તાવેજ, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના શ્રી ગણેશ, શિવપાર્વતી પૂજા વિશેષરૂપે.
ભાદ્રપદ માસ સંક્ષિપ્ત: તા. ૪ સપ્ટે.થી ૨ ઓક્ટો.ના ભાદ્રપદ શુક્લપક્ષમાં તિથિની ક્ષય-વૃદ્ધિ નથી. દિવસ-૧૫, કૃષ્ણપક્ષમાં એકમનો ક્ષય દિવસ-૧૪ એમ ૨૯ દિવસનો આ માસ છે. આ માસમાં તા. ૧૮મી પૂનમના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છાયા પ્રકારનો હોય વેદાદિ નિયમ પાળવાના નથી. તા. ૨જીએ સર્વપિતૃ અમાસનું કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય પાળવાનું નથી. ભાદ્રપદમાં મુખ્ય પર્વો તા. ૭થી શ્રી મહાગણેશ ચતુર્થી જે તા. ૧૭ સુધી મહાપર્વ તરીકે મનાવવામાં આવશે. તા. ૧૭મીએ અનંત ચતુર્દશી પર્વ છે. તા. ૧૮મીથી ૨ ઓક્ટો. શ્રાદ્ધ, પિતૃપક્ષ છે. તા. ૪થીએ બુધવારે પ્રતિપદાના રોજ ચંદ્રદર્શન થાય છે.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારવાળાં, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અનીતિમાન, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી, શુક્ર-રાહુ પ્રતિયુતિ મર્યાદિત લાગણીવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, શુક્ર-રાહુ પ્રતિયુતિ (તા. ૫),
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.