આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧-૯-૨૦૨૪, પર્યુષણ પર્વ શરૂ, પંચમી પક્ષ.
ભારતીય દિનાંક ૧૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૨, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૨૫, રાત્રે ક. ૨૩-૨૬
ઓટ: સાંજે ક. ૧૭-૨૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૮ (તા. ૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – ચતુર્દશી. શિવરાત્રિ, આદિત્ય પૂજન, અઘોર ચતુર્દશી, પર્યુષણ પર્વ શરૂ, પંચમી પક્ષ. ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
સપ્ટેમ્બર માસનાં સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજના તા. ૧લી સપ્ટેમ્બરનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૦૪-૪૪, ચંદ્ર અસ્ત: ક. ૧૭-૨૩, બુધ ઉદય: ક. ૦૫-૧૧, બુધ અસ્ત: ક. ૧૭-૫૦, શુક્ર ઉદય: ક. ૦૮-૦૬, અસ્ત: ક. ૨૦-૦૬, મંગળ ઉદય: ક. ૦૧-૦૯, અસ્ત: ક. ૧૪-૧૯, ગુરુ ઉદય: ક. ૦૦-૩૪, અસ્ત: ક. ૧૩-૪૧. શનિ ઉદય: ક. ૧૯-૨૦, અસ્ત: ક. ૦૭-૦૨ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે સિંહ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે કુંભ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્ય તા. ૧૩મીએ ઉત્તરા ફાલ્ગુનીમાં, તા. ૨૭મીએ હસ્ત નક્ષત્રમાં, સૂર્યનારાયણ સિંહમાંથી તા. ૧૬મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. મંગળ મૃગશીર્ષમાંથી તા. ૬ઠ્ઠી એ આર્દ્રામાં, તા. ૨૯મીએ પુનર્વસુમાં પ્રવેશે છે. બુધ તા. ૪થીએ મઘામાં, તા. ૧૪મીએ પૂર્વાફાલ્ગુનીમાં, તા. ૨૧મીએ ઉત્તરા ફાલ્ગુનીમાં, તા. ૨૮મીએ હસ્ત નક્ષત્રમાં પ્રવેશે છે. માર્ગી બુધ તા. ૪થીએ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશે છે. તા. ૨૩મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. બુધ તા. ૧૯મીએ પૂર્વમાં અસ્ત થાય છે. ગુરુ વૃષભ રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તા. બીજીએ હસ્તમાં, તા. ૧૩મીએ ચિત્રામાં, તા. ૨૪મીએ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશે છે. શુક્ર ક્ધયા રાશિમાંથી તા. ૧૮મીએ તુલા રાશિમાં પ્રવેશે છે. વક્રી શનિ કુંભ રાશિમાં પૂર્વાભાદ્રપદા નક્ષત્રમાં રહે છે. રાહુ ઉત્તરાભાદ્રપદા, કેતુ હસ્ત નક્ષત્રમાં રહે છે. હર્ષલ તા. ૧લીએ વક્રી થાય છે. તા. ૧૮મીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તા. ૨૨મીએ સૂર્યનો દક્ષિણ ગોલારંભ વિષુવદિન ખગોળીય મહાપર્વયોગ બને છે.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસી પૂજા, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ, પૂજા, સર્પપૂજા, સૂર્ય-બુધ પૂજા, ઔષધ ઉપચાર, નિત્ય થતાં ઘર-ખેતર જમીન-મકાન સ્થાવર લેવડદેવડના કામકાજ, ખેતીવાડીના કામકાજ.
શ્રાવણ મહિમા: આજે શિવજીએ ધારણ કરેલ સર્પપૂજાનો મહિમા છે. જન્મકુંડળીમાં ચંદ્ર-બુધના અશુભ યોગ હોય, રાહુ આદિ પાપગ્રહયુક્ત હોય તેમણે આજ રોજ ચંદ્ર-બુધની પૂજા-જાપ અવશ્ય કરવા. શિવપૂજા રુદ્રાભિષેક આજ રોજ લાભદાયી પુરવાર થશે. ચંપાનું પુષ્પ પૂજામાં અર્પણ કરવું.
આચમન: ચંદ્ર-બુધ યુતિ તીવ્ર બુદ્ધિ પ્રતિભા , ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે અપયશનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર