પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌરશરદૠતુ), રવિવાર, તા. ૧૫-૧૦-૨૦૨૩, આશ્ર્વિન શુક્લ પક્ષ નવરાત્રિ પ્રારંભ, ઘટ સ્થાપના
સવારે ક. ૦૮-૦૨ થી ૧૨-૨૫. બપોરે ક. ૧૩-૫૩ થી ૧૫-૨૦. સાંજે ક. ૧૮-૧૬ થી રાત્રે ક. ૨૧-૨૦

ભારતીય દિનાંક ૨૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૧૧ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલામાં, ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર,ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૭ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૦૪, મધ્યરાત્રે ક. ૦૦-૩૬
ઓટ: સાંજે ક. ૧૮-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૨૪ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, શારદીય નવરાત્રારંભ, ઘટસ્થાપન, માતામહ શ્રાદ્ધ, પારસી ૩જો ખોરદાદ માસારંભ. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૨૩ પછી શુભ (પર્વની ઉજવણી સૂર્યોદયથી કરવી.)
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગવાન સૂર્યનારાયણ પૂજન, ગાયત્રી માતા જાપ, હવન, મંગળ ગ્રહદેવતાનું પૂજન, બિલિનું વૃક્ષ વાવવું, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, વિદ્યારંભ, નવા વસ્રો, આભૂષણ, વાસણ, મહેંદી લગાવવી, પ્રથમ વાહન, પશુ લે-વેંચ, નૌકા બાંધવી, બી વાવવું, માલ લેવો, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બાળકનું નામકરણ, અન્નપ્રાશન, દેવદર્શન, આશ્ર્વિન માસ સંક્ષિપ્ત: રવિવારે પ્રારંભાતા આ માસમાં પાંચ સોમવાર છે. શુક્લ પક્ષમાં ચતુર્દશી તિથિનો ક્ષય, દિવસ-૧૪, કૃષ્ણપક્ષમાં દશમ વૃદ્ધિ તિથિ દિવસ-૧૬, એમ કુલ દિવસ ૩૦નો આ માસ આજથી તા.૧૪ નવેમ્બર સુધી છે. આ માસમાં તા. ૨૮મીએ પૂનમનું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. નવરાત્રિ પર્વ તા. ૧૫ થી ૨૩ સુધી છે. વિજયાદશમી તા. ૨૪મીએ છે. શરદ પૂર્ણિમા તા. ૨૮મીએ, ધનતેરસ તા. ૧૦ નવેમ્બર, કાળી ચૌદસ તા. ૧૧મી, દિવાળી તા. ૧૨મી, સોમવતી અમાસ, દર્શઅમાસ, પડતર દિવસ તા.૧૩મી,નવાં વરસનો પ્રારંભતા. ૧૪મીએ, ભાઇબીજ તા.૧૫મીએ છે.
નવરાત્રિ મહિમા: આજથી વર્ષની ચાર નવરાત્રિમાંની અત્યંત પ્રચલિત એવી શારદીય નવરાત્રિ પ્રારંભાય છે. આજે ઘટસ્થાપના, માતાજીના ગરબાની સ્થાપના કરવી. માના ગરબામાં ઘીના અખંડ દિવાની સ્થાપના કરવી. ગરબાની જ્યોતનો પ્રકાશ પૂંજ શક્તિ પ્રદતા છે. જ્વારા ઉગાડવા અને પૂજવા, આજે શૈલપુત્રી નામસ્વરૂપમાતાની પૂજા કરવી. મા અંબાનો મહિમા અપરંપાર છે. માની કૃપા મેળવવા માટેની પ્રાર્થના કરતા પહેલા, ભક્તિ કરતા પહેલા જીવનને સાદગીભર્યું, સંયમિત બનાવવું પડે છે. આ સંયમિત જીવન વિષય વાસના, વ્યસનની કુટેવ યુક્ત જીવનને ત્યાગી સંયમિત જીવન જીવવું ને ત્યાર પછી માની ઉપાસના કરવાથી લાભ થાય છે. શક્તિનો સંચાર થાય છે. એજ નવરાત્રિ પર્વની ઉજવણીનો મર્મ છે. શ્રદ્ધાવાનોએ બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ કરાવવો.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ શંકાશીલ, ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવના, ચંદ્ર-મંગળ યુતિ કજિયાખોર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-મંગળ યુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો