આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૨૯-૮-૨૦૨૪,અજા એકાદશી
ભારતીય દિનાંક ૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧૧
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર આર્દ્રા સાંજે ક. ૧૬-૩૯ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૧, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૯-૧૩, રાત્રે ક. ૨૦-૫૯
ઓટ: બપોરે ક. ૧૫-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૬ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – એકાદશી. અજા એકાદશી (ખારેક), સૂર્ય મહાનક્ષત્ર મઘા, વાહન શિયાળ, બૃહસ્પતિ પૂજન,
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર વાંચન, શ્રીસુક્ત, પુરુષ સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ઔષધ ઉપચાર, વિધ્યારંભ,બાળકને અન્નપ્રાશન, વસ્ત્રો-આભૂષણ, રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી. ખેતીવાડી, બી વાવવું, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડ-દેવડ, ઘર ખેતર,જમીન, મકાન લેવડદેવડ.
શ્રાવણ મહિમા: નક્ષત્ર અનુસાર આજરોજ શિવ પૂજા વિશેષ મહિમાવંત છે. શિવજીને દહીં અવશ્ય ચઢાવવું. આજે શિવ પૂજામાં શિવ લિંગને અગરનાં ઔષધીનો લેપન કરવું. મનુષ્ય ઉપરાંત પ્રાણી -જીવ સૃષ્ટિમાં શિવ રહેલ છે. જીવમાં શિવ છે. પદાર્થમાં શિવ છે. આજે ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, જાપ કેરવા.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ અધ્યાત્મના રુચી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર ક્રાંતિવૃત્તથી ઉત્તરે મહત્તમ ૫ અંશ ૧૩ કળાના અંતરે રહે છે. બુધ સ્તંભિ થઈ માર્ગી થશે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.