આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૨૬-૮-૨૦૨૪,
શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસ
ભારતીય દિનાંક ૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૮
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૫-૫૪ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૨, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : સાંજે ક. ૧૬-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૪ (તા. ૨૭)
ઓટ: સવારે ક. ૧૦-૨૫, રાત્રે ક. ૨૨-૪૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ-અષ્ટમી. શિવમુષ્ટિ (જવ), શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસ, નિશિથકાળ ક. ૨૪-૧૭ થી ક. ૨૫-૦૩. જન્માષ્ટમી, કાલાષ્ટમી, મન્વાદિ, મંગળ મિથુન પ્રવેશ ક. ૧૫-૨૩. બુધનો પૂર્વમાં ઉદય થાય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત, વાસ્તુકળશ. વિશેષરૂપે ચંદ્ર-સૂર્ય અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તર્પણ શ્રાદ્ધ.
શ્રાવણ મહિમા: શિવપૂજામાં મંત્રશુદ્ધિ શક્ય ન હોય તો શ્રદ્ધા અને ભાવ શુદ્ધ હોવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક શિવપૂજા, શિવઅભિષેક ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્રના જાપ જાળવી રાખવાથી શિવપૂજાની સાર્થકતા જળવાય છે. શિવપૂજા કઠીન નથી. શુદ્ધ અને સમર્પણનો ભાવ શિવપૂજા માટે અત્યંત આવશ્યક છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે અપયશનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ. ચંદ્ર કૃત્તિકા યુતિ. બુધનો પૂર્વમાં ઉદય થાય છે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ /મિથુન, વક્રી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.