પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૫-૮-૨૦૨૪, ભાનુસપ્તમી, શીતળા સાતમ,

ભારતીય દિનાંક ૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૭
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૪૪ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૨-૨૯ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૩૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૧ (તા. ૨૬)
ઓટ: સવારે ક. ૦૯-૧૯, રાત્રે ક. ૨૧-૪૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – સપ્તમી. ભાનુસપ્તમી, આદિત્ય પૂજન, શીતળા સાતમ, ભદ્રા સમાપ્તિ ક. ૧૬-૩૦.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: યમદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ભાનુ સપ્તમી પર્વની ઉજવણી, ભદ્રાકરણ ગ્રાહ્ય નથી. આમલીનું વૃક્ષ વાવવું, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ખેતીવાડીના નિત્ય કામકાજ.
શ્રાવણ મહિમા: શ્રાવણ માસમાં નિત્ય શિવપૂજા ઉપરાંત શિવસહસ્ર નામાવલી, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવભજન ઈત્યાદિનો મહિમા પણ છે. નિત્ય પ્રાત: પ્રાર્થના પણ જાળવી રાખવાથી આત્મવિશ્ર્વાસ નિર્માણ થાય છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. દરેક વ્યક્તિ પોતાના કર્મ ફરજને નિષ્ઠાપૂર્વક, ધ્યાનપૂર્વક સંપન્ન કરે સત્માર્ગ અપનાવે. કૃતઘ્નતાનો ભાવ, ભક્તિનો ભાવ. ગુરુપૂજનનો ભાવ, ઈશ્ર્વરની સાક્ષીએ કર્મ જાળવી રાખે તો કર્મ શુદ્ધ બને છે. જીવન ધર્મમય બને છે. શ્રાવણ માસ ધર્મ શીખવે છે.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ નિંદા કરવાની આદત, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકપ્રિયતા, ચંદ્ર-હર્ષલ યુતિ અચોક્કસ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૨૬), ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૨૬)
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button