પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૨૪-૮-૨૦૨૪,
રાંધણ છઠ, હળ છઠ,
ભારતીય દિનાંક ૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૫
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૦મો આવા, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર અશ્ર્વિની સાંજે ક. ૧૮-૦૫ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૩ (તા. ૨૫)
ઓટ: સવારે ક. ૦૮-૨૮, રાત્રે ક. ૨૧-૦૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – પંચમી. અશ્ર્વત્થ મારુતિ પૂજન, રાંધણ છઠ, હળ છઠ, છઠ્ઠનો ક્ષય છે. માધવદેવ તિથિ (આસામ), શુક્ર ક્ધયા રાશિમાં ક. ૨૫-૧૫, ભદ્રા ક. ૨૯-૩૦થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, શનિ-કેતુગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે હનુમાન ચાલીસા સુંદરકાંડ, ભક્તિ, કીર્તન, પર્વપૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, નિત્ય થતાં પશુ લે-વેંચ, દુકાનના કામકાજ, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા.
શ્રાવણ મહિમા: મનુષ્ય જન્મથી જ ગ્રહોના ફળને આધીન છે. પરંતુ કર્મ પુરુષાર્થ એ ફરજયુક્ત છે. જીવનને સફળ બનાવવા માટે પુરુષાર્થ જાળવી રાખવો જરૂરી છે. જીવનના રહસ્યો સમજવા માટે શિવપૂજા ઉપયોગી થાય છે. શિવપૂજા દ્વારા શિવતત્ત્વ, જીવનતત્ત્વની સમજ પેદા થાય છે. જન્મકુંડળીના ચંદ્ર અને સૂર્યના શુભ યોગો શિવપૂજા માટે શુભ ફળદાયી પુરવાર થાય છે. ચંદ્ર-સૂર્યના અશુભ યોગોમાં પણ શિવપૂજા આવશ્યક છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ /ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button