આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૨૨-૮-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, બોળચોથ, પંચક
ભારતીય દિનાંક ૩૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૩
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૩૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૩ (તા. ૨૩)
ઓટ: સવારે ક. ૦૭-૦૨, રાત્રે ક. ૧૯-૪૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી (ચંદ્રોદય ક. ૨૧-૦૨), બોળચોથ, બહુલા ચોથ (મધ્ય પ્રદેશ) બૃહસ્પતિ પૂજન, પંચક, સૂર્ય સાયન ક્ધયા રાશિમાં ક. ૨૦-૨૫, સૌર શરદૠતુ પ્રારંભ, ફૂલકાજલી વ્રત. ભદ્રા સમાપ્તિ ક. ૧૯-૫૩. વક્રી બુધ કર્કમાં.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સંકષ્ટ ચતુર્થી વ્રત ઉપવાસ, શ્રી ગણેશને રાત્રે ચંદ્રોદય સમયે ષોડ્શ ઉપચાર પૂજામાં ચૂરમાના લાડું અર્પણ કરવા. બ્ર્ાહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા રચિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશ યંત્ર પ્રતિષ્ઠા પૂજા, શ્રી ગણેશયજ્ઞ, ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, અર્હિબુઘન્ય દેવતાનું પૂજન, લાંબા સમયના સ્થિર કાર્યો, મિત્રતા કરવી. બેન્ક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ ખોલાવવું, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક-પાટઅભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, પ્રયાણ મધ્યમ, નોકરી-વેપાર, દુકાન-દસ્તાવેજ, વસ્રો, આભૂષણ, અન્નપ્રાશન, નામકરણ દેવદર્શન, સીમંત સંસ્કાર, મિલકત લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, ખેતીવાડી, ઘર-ખેતર જમીન લેવડદેવડ, નવી તિજોરીની સ્થાપના.
શ્રાવણ મહિમા: જન્મકુંડળીમાં ચંદ્રના તથા અન્ય ગ્રહોના રાહુ સાથેના યોગો, પ્રતિયુતિ યોગ હોય તેમણે નિયમિત શિવઅભિષેક લાભદાયી પુરવાર થશે. નિર્ણયો લેવામાં આત્મવિશ્ર્વાસ દઢ બનશે. શિવપૂજામાં ભદ્રાકરણ ગ્રાહ્ય નથી. શિવપૂજા નિત્ય છે. શિવપૂજા માટે મુહૂર્તની આવશ્યકતા નથી.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ નિર્ણયો લેવામાં આત્મવિશ્ર્વાસનો અભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, શુક્ર ઉત્તરા ફાલ્ગુની પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ/કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ