આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ/ શરદૠતુ), બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪, બુધપૂજન, ભદ્રા
ભારતીય દિનાંક ૩૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૨
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૭મો અમરદાદ,૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૪-૩૨ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૧૯-૧૧ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ) મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૨-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૮ (તા. ૨૨)
ઓટ: સવારે ક. ૦૬-૨૩, રાત્રે ક. ૧૯-૧૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – દ્વિતિયા. બુધપૂજન, ભદ્રા ક. ૨૭-૨૪ થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: પંચક. ભૂમિ, ખાત, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અજૈંક્યપાદ દેવતાનું પૂજન, આંબો વાવવો, પરગામ પ્રયાણ મધ્યમ, પરદેશનું પસ્તાનું, વિદ્યારંભ, ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ.
શ્રાવણ મહિમા: ભગવાન શિવનું આધિપત્ય સૂર્યાદિ ગ્રહો, નભમંડળનાં નક્ષત્રો, પૃથ્વી પરની જીવસૃષ્ટિ, સજીવ નિર્જીવ સૃષ્ટિ એમ સર્વ ઉપર રહેલું છે. જે કણ કણમાં છે તે બ્ર્ાહ્માંડમાં છે. શિવ એ સર્વ પદાર્થો, સર્વે પંચતત્ત્વોમાં સમાયેલ છે. શિવજીનું સ્વરૂપ નિરાકાર છે. પરંતુ શિવપૂજા માટે શિવલિંગનું સ્વરૂપ સ્થાપિત કરવામાં આવ્યું છે. એ સકળ સૃષ્ટિનો આકાર દર્શાવે છે. બ્ર્ાહ્માંડનું સ્વરૂપ દર્શાવે છે માટે શિવલિંગની પૂજાનો મહિમા અપરંપાર છે. જેણે શિવતત્ત્વ ઓળખ્યું છે તે દૈનિક નિરંતર આજીવન શિવપૂજા જાળવી રાખે છે.
આચમન: ચંદ્ર-શનિ યુતિ આધ્યાત્મિક બાબતમાં રુચિ રહે, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ અચાનક નિર્ણયો લે. ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ વ્યવહારુપણાનો અભાવ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ ખટપટ કરવાનો સ્વભાવ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ સ્વતંત્ર કારોબારમાં રુચિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.