આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૯-૮-૨૦૨૪, નારિયેળી પૂનમ, રક્ષાબંધન
ભારતીય દિનાંક ૨૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૫
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૮-૦૯ સુધી, પછી ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૨૦) પછી શતભિષા. ચંદ્ર મકરમાં સાંજે ક. ૧૮-૫૨ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ.૧૭, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૧૧-૪૫, રાત્રે ક. ૨૩-૫૦,ઓટ: સાંજે ક. ૧૭-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૨ (તા. ૨૦),
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – પૂર્ણિમા. શિવપૂજન (શિવમુષ્ટિ મગ) વ્રતની પૂજન, શ્રાવણી પૂનમ, નારિયેળી પૂનમ, રક્ષાબંધન, ઋજુ અથર્વ તૈતરીય હિરણ્યકેશી તૈતરીય શ્રાવણી, કોકિલા વ્રત સમાપ્તિ, કુલધર્મ, હયગ્રીવ જયંતી, ઝુલનયાત્રા સમાપ્ત, અમરનાથ યાત્રા સમાપ્ત, બલભદ્રા પૂજા (ઓરિસ્સા), અવની જયંતી (દક્ષિણ ભારત) અન્વાધાન. પંચક પ્રારંભ ક. ૧૮-૫૨. ભદ્રા સમાપ્તિ ક. ૧૩-૩૨.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શાસ્રોમાં વિષ્ટિકરણ (ભદ્રા)નો નિષેધ રક્ષાબંધન પર્વમાં ગણ્યો છે, પરંતુ શ્રદ્ધાવાનો રક્ષાબંધન પર્વની ઉજવણીનો નિર્ણય વ્યવહારુપણે લઈ પર્વની ઉજવણી જાળવી રાખે તે ઉચિત જણાય છે. ભદ્રા કરણ ૧૩-૩૨ સુધી છે, પરંતુ અન્ય અપવાદોને માન્ય ગણતા ભદ્રામાં સવારથી ભદ્રા સમાપ્ત સમયમાં પણ રાખડી બાંધી શકાય છે તથા ઉપાકર્મ વિધિ, જનોઈ બદલી શકાય છે. શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલવી અથવા ત્યાર પછી પણ જનોઈ બદલી શકાય છે. સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રીસુક્ત, પુરુસુક્ત અભિષેક, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્રનામ વાંચન, વિશ્ર્વદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, નવા વસ્રો, આભૂષણ, નોકરી, વેપારના કામકાજ, વાહન, સવારી, પરદેશગમનનું પસ્તાનું,વિધ્યારંભ, માલ લેવો,પ્રયાણ શુભ,બાળકને અન્નપ્રાશન,નામકરણ, દેવ દર્શન, રાજયાભિષેક,પાટ અભિષેક પૂજા,ધજા કળશ પતાકા ચઢાવવી ધાન્ય ભરવું. શ્રાવણ મહિમા: ભગવાન શિવની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે તથા સર્વ પાપોને દૂર કરવા સર્વ અમંગલ વિઘ્નો, બાધાઓને દૂર કરવા પરમ પવિત્ર અમોધ શિવ કવચનો પાઠ કરવો. જૂના હઠીલા દર્દો પણ જેનાથી દૂર થાય છે. દરિદ્રતા દૂર થાય છે. સુખવૈભવ પ્રાપ્ત થાય છે. મનુષ્ય પાપ કર્મોનો ત્યાગ કરી પુણ્ય કર્મ અને નિત્ય શિવપૂજા દ્વારા આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. આચમન: સૂર્ય-બુધ યુતિ કાર્યદક્ષ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રવાસી, શુક્ર-ગુરુ ચતુષ્કોણ પ્રતિષ્ઠિત , ચંદ્ર-મંગળ ત્રિકોણ કર્મઠ, સૂર્ય-શનિ પ્રતિયુતિ અપયશનો ભય. ચંદ્ર-બુધ પ્રતિયુતિ ભાષવિદ, ખગોળ જ્યોતિષ: સૂર્ય-બુધ યુતિ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, શુક્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, સૂર્ય-શનિ પ્રતિયુતિ. ચંદ્ર-બુધ પ્રતિયુતિ, સૂર્ય-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ગુરુ-શનિ ચતુષ્કોણ ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, શ્રાવણ પૂર્ણિમા યોગ. વક્રી શનિ પૂર્વાભાદ્રપદા પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.