પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૮-૮-૨૦૨૪,
આદિત્ય પૂજન, શિવપવિત્રારોપણ

ભારતીય દિનાંક ૨૭, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ
સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ
સુદ -૧૪
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૧૦-૧૪ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૦૮, રાત્રે ક. ૨૩-૦૫
ઓટ: સાંજે ક. ૧૭-૧૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૧ (તા. ૧૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – ચતુર્દશી. આદિત્ય પૂજન, શિવપવિત્રારોપણ (ઓરિસ્સા) ભદ્રા ક. ૨૭-૦૪થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રીસુક્ત, પુરુસુક્ત અભિષેક, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્રનામ વાંચન, વિશ્ર્વદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણને ફણસનું ફળ અર્પણ કરવું. સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહીં. પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, નોકરી, વેપારના કામકાજ, ચંદ્રબળ જોઈ સીમંત સંસ્કાર.
શ્રાવણ મહિમા: શિવમહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંતાચાર્ય પરમ શિવભક્ત હતા. પ્રત્યેક દિવસે શિવપૂજા, ભક્તિ કરતા હતા. શિવમહિમ્ન સ્તોત્રના નિત્ય પાઠ દ્વારા તેમણે ખોવાયેલ દૈવી શક્તિને પુન: પ્રાપ્ત કરી હતી. શ્રાવણ માસમાં શિવ મહિમ્ન સ્તોત્ર તથા અમોધ શિવકવચનો નિત્ય પાઠ કરવો.
આચમન: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ કાર્યક્ષેત્રે કાર્યદક્ષતા, નિપુણતા મેળવવી જરૂરી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ, બુધ-હર્ષલ ચતુષ્કોણ, વક્રી બુધ મઘા પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button