આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૧૩-૮-૨૦૨૪, દુર્ગાષ્ટમી, ધરો આઠમ, દુર્વાષ્ટમી
ભારતીય દિનાંક ૨૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૮
પારસી શહેનશાહી ગાથા-૪ વોહુક્ષથ્ર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર વિશાખા સવારે ક. ૧૦-૪૩ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૩, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સાંજે ક. ૧૬-૫૫,
ઓટ: સવારે ક. ૧૧-૦૪, રાત્રે ક. ૨૩-૪૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, ધરો આઠમ, દુર્વાષ્ટમી, મંગલાગૌરી પૂજન, નૈનાદેવી મેલા, પારસી ગાથા-૪ વોહુક્ષથ્ર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-ગુરુ, શનિ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્ર દેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, નાગકેસરથી હવન કરવો. નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સપ્તસતી પાઠ વાંચન, હવન, મુંડન કરાવવું નહિ, નિત્ય થતાં દસ્તાવેજ, પશુ લે-વેંચના કામકાજ, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા.
શ્રાવણ મહિમા: શ્રાવણ મહિનો એટલે તહેવારોથી પ્રચૂર, ભરપૂર પ્રત્યેક દિવસનો પર્વનો મહિમાવંત માસ શ્રાવણના પ્રત્યેક દિવસ મહિમાવંત છે. શ્રાવણ એટલે ભક્તિનો માસ. તેમાં શિવભક્તિ, ગણેશભક્તિ, દેવીભક્તિ, પંચતત્ત્વની પૂજા, કુટુંબના સંબંધોનો મહિમા ઉજાગર કરનાર માસ શ્રાવણમાં શ્રી કૃષ્ણ જન્મનો ઉત્સવ પણ આવે છે.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ વિકૃત મનોદશાવાળા, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, સંગીતપ્રિય, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર