આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
સોમવાર, તા. ૧૨-૮-૨૦૨૪, શિવપૂજન, શિવમુષ્ટિ (તલ),
ભારતીય દિનાંક ૨૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭
પારસી શહેનશાહી ગાથા-૩ સ્પેન્તોમર્દ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૮-૩૨ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૪ સુધી, પછી વૃશ્ર્ચિકમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ : ભરતી : સાંજે ક. ૧૬-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૯ (તા. ૧૩) ઓટ: સવારે ક. ૦૯-૪૮, રાત્રે ક. ૨૨-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – સપ્તમી. શ્રાવણ સોમવાર, શિવપૂજન, શિવમુષ્ટિ (તલ), વિંછુડો પ્રારંભ ક. ૨૮-૧૪, વિષ્ટિ સવારે ક. ૦૭-૫૫ થી ૨૦-૪૬. પારસી ગાથા-૩ ગહામ્બર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-રાહુ, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શિવપૂજા વિશેષરૂપે તલના અભિષેકથી કરવી. વાયુ, ઈન્દ્ર, અગ્નિ, દેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, પર્વપૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નિત્ય થતાં દુકાન-વેપાર, પશુ લે-વેંચ ખેતીવાડીના કામકાજ, ઉપવાટિકા બનાવવી, રત્નધારણ વિશેષરૂપે શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજાનો મહિમા છે.
શ્રાવણ મહિમા: શિવપૂજા વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, દૈવી મહિમા ધરાવે છે. શિવપૂજામાં ઉપર્યુક્ત દ્રવ્યોનો ચોક્કસ મહિમા છે. શિવપૂજામાં ચોખાનો ઉપયોગ સંતાન પ્રાપ્તિ માટે બિલ્વપત્ર, ધનલક્ષ્મી પ્રાપ્તિ માટે ડાંગર અર્પણ કરવાથી ક્ધયા સંતતિની પ્રાપ્તિ થાય છે. દુર્વાથી દીર્ઘાયુષ્ય, ઘીથી વૈભવ, દર્ભથી વિજય આમ શિવપૂજા માટે અનેક અભિષેકનો મહિમા છે.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ આંખોની કાળજી લેવી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.