આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૧-૮-૨૦૨૪,
શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન,
ભારતીય દિનાંક ૨૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭
પારસી શહેનશાહી ગાથા-૨ ઉશ્તવદ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર સ્વાતિ.
ચંદ્ર તુલામાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૫-૪૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૧ (તા. ૧૨)
ઓટ: સવારે ક. ૦૮-૫૮, રાત્રે ક. ૨૧-૪૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – સપ્તમી. શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન, ગોસ્વામી તુલસીદાસ જયંતી, સાતમ વૃદ્ધિ તિથિ છે. પારસી ગાથા-૨ આસ્તુઅદ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વાયુદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રી પૂજન, જાપ, હવન વિશેષરૂપે રાહુ ગ્રહદેવતાનું પૂજન, ભાનુ સપ્તમી પર્વની ઉજવણીનો મહિમા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, પર્વ પૂજા નિમિત્તે મહેંદી લગાવવી, માલ લેવો, રત્નધારણ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, નિત્ય થતાં દુકાન-વેપાર, પશુ લેવડદેવડના કામકાજ.
શ્રાવણ મહિમા: જન્મકુંડળીમાં ચંદ્રના શુક્રાદિ સાથેના અશુભ યોગો હોય તેમણે શિવપૂજા અવશ્ય કરવી. શિવપૂજાથી શિવતત્ત્વ પ્રાપ્ત થાય છે. શિવ કલ્યાણકારી છે. નિત્ય શિવપૂજા, અભિષેક, શિવ મંદિરના દેવદર્શનના નિયમ જાળવી રાખવાથી જીવનમાં વ્યવહારુપણું આવે છે. જીવન જીવવા માટે બળ પ્રાપ્ત થાય છે. શ્રાવણમાં શિવપૂજા એક અનેરો અવસર છે, પરંતુ સમગ્ર વર્ષમાં અને સમગ્ર જીવન પર્યંત શિવપૂજા જાળવી રાખવાથી સમૃદ્ધિ, આરોગ્ય, શાંતિ પ્રાપ્ત થાય છે.
આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ કળાપ્રેમી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ, શુક્ર પૂર્વાફાલ્ગુની પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર