આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૧૦-૮-૨૦૨૪,
રાંધણ છઠ્ઠ (દક્ષિણ ગુજરાત)
ભારતીય દિનાંક ૧૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૬
પારસી શહેનશાહી ગાથા-૧ અહુનવદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૮ સુધી (તા. ૧૧મી), પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં સાંજે ક. ૧૬-૧૭ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૪, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૫, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૫-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૨ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૦૮-૨૨, રાત્રે ક. ૨૧-૧૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – ષષ્ઠી. રાંધણ છઠ્ઠ (દક્ષિણ ગુજરાત) અશ્ર્વત્થ મારુતિ પૂજન, કલ્કી જયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: આજ રોજ પીપળાનું પૂજન કરવું, ભગવાન હનુમાનજીનું પૂજન કરવું, હનુમાન ચાલીસાના પાઠ, શિવ સુંદરકાંડના પાઠ કરવા, વિદ્યારંભ, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નિત્ય થતાં દુકાન-વેપાર-દસ્તાવેજ, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા.
શ્રાવણ મહિમા: શ્રાવણના પ્રત્યેક દિવસે વૃક્ષારોપણનો પણ મહિમા છે. આજ રોજ બીલીના વૃક્ષ વાવવું અને બીલીના વૃક્ષ નીચે પાર્થિવ શિવલિંગનું પૂજન કરવું, ૐ નમ: શિવાયના જાપ કરવા તથા શનિ-મંગળ ગ્રહદેવતાના પૂજન અને જાપ કરવા.
આચમન: ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ બદનામીનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.