આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૩-૧૦-૨૦૨૩, ચતુર્દશી શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૨૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૯મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બપોરે ક. ૧૪-૧૦ સુધી પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૧૧, રાત્રે ક. ૨૩-૩૩
ઓટ: સાંજે ક. ૧૬-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૧ (તા. ૧૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ચતુર્દશી. ચતુર્દશી શ્રાદ્ધ, શસ્રોથી મરેલાનું શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૫૪. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
મુહૂર્ત વિશેષ: સૂર્યનારાયણનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, અર્યંમા પૂજન, પીપળાનું પૂજન, પ્રયાણ મધ્યમ, સપ્તસતી પાઠ, શ્રી સત્યનારાયણ કથા વાંચન, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બગીચાના કામકાજ, રોપા વાવવા.
શ્રાદ્ધ પર્વ: ચતુર્દશી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. યુવાવસ્થામાં મૃત્યુ પામેલા કે અકસ્માતથી આકસ્મિક મૃત્યુ થયેલા આત્માને શાશ્ર્વત શાંતિ આપે છે. અકસ્માત, શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ કરવું, અકાળે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ કરવું. જીવનો આધાર શરીર છે. શરીર નાશવંત છે. જીવ અને આત્માનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિનું છે. મૃત્યુ પછી મૃતાત્માને પરમાત્માનો આધાર પ્રાપ્ત કરાવવા માટે શ્રાદ્ધવિધિ આવશ્યક છે. જીવન દરમિયાનમાં અનેક કર્મોથી બંધાયેલ મનુષ્ય તેના પરિણામ આ જન્મમાં ભોગવી શકતા નથી હોતા. આયુષ્ય એ પરમાત્માની ઈચ્છાને આધીન છે. મૃત્યુ પછી કર્મના બંધનમાંથી મુક્ત કરવા માટે દિવંગતના આત્માને શ્રાદ્ધ વિધિ દ્વારા શાંતિ પ્રાપ્તિ થાય તે ઉદ્દેશ રહેલો છે.
આચમન: મંગળ-શનિ ત્રિકોણ દૃઢ નિશ્ર્ચયી
ખગોળ જ્યોતિષ: મંગળ-શનિ ત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.