આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૮-૮-૨૦૨૪, વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત
ભારતીય દિનાંક ૧૭, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૪
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૪થો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૩-૩૩ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૭, સ્ટા. ટા,
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૬ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૭-૨૫, રાત્રે ક. ૨૦-૨૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત, બૃહસ્પતિ પૂજન, વિષ્ટિ ક. ૧૧-૧૯ થી ૨૪-૩૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વિનાયક પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, પીપળાનું પૂજન, ધ્રુવ અર્યમા પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી તુલસી માતાનું પૂજન, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્, શ્રીસુક્ત, પુરુસુક્ત અભિષેક, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, નોકરી, દસ્તાવેજના નિત્ય થતાં કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, બાળકને પ્રથમ શિવદર્શન, રોપા વાવવા, બી વાવવું, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ.
શ્રાવણ મહિમા: આજ રોજ શિવપૂજા પ્રારંભે, ભગવાન સૂર્યનારાયણ, એટલે કે સૂર્યતત્ત્વનું અવશ્ય પૂજન કરવું, નક્ષત્ર અનુસાર મહાલક્ષ્મી માતાનું વિશેષરૂપે અનુષ્ઠાન, અભિષેક અવશ્ય કરવા. જન્મકુંડળીમાં ચંદ્રના અન્ય ગ્રહો સાથેના અશુભ યોગો હશે તો આજ રોજ શિવજીએ ધારણ કરેલ ચંદ્રદેવતાનું અવશ્ય પૂજન કરવું, બ્રાહ્મણ દ્વારા રુદ્રાભિષેક અભિષેક પૂજા કરાવવી, પીપળાનું પૂજન કરવું. તીર્થમાં સ્નાન, સંન્યાસી, સંતો, બ્રાહ્મણો, ગુરુજનોને દક્ષિણા ભોજન, વસ્ર, સહિત વિનમ્રતાથી શ્રદ્ધાપૂર્વક પુરસ્કૃત કરવા.
આચમન:બુધ-શુક્ર યુતિ ખુશમિજાજી, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારનાં, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ ચાલબાજીવાળાં
ખગોળ જ્યોતિષ: બુધ-શુક્ર યુતિ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ,વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.