પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૭-૮-૨૦૨૪, મધુશ્રવા ત્રીજ, બુધ પૂજન
ભારતીય દિનાંક ૧૬, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૩
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૩જો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૦-૨૯ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૪ સુધી (તા. ૮મી), પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૩, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૩ (તા. ૮)
ઓટ: સવારે ક. ૦૭-૦૧, રાત્રે ક. ૧૯-૫૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – તૃતીયા. મધુશ્રવા ત્રીજ, બુધ પૂજન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, ખેતીવાડીના કામકાજ, માલ વેંચવો, ખાખરાનું વૃક્ષ વાવવું.
શ્રાવણ મહિમા: ચાતુર્માસના પવિત્ર દિવસોમાં શિવભક્તિ શ્રાવણ માસમાં અનેરો મહિમા ધરાવે છે. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢી ગયેલ છે. શિવજીને સમગ્ર સંસારના રક્ષણની જવાબદારી સોંપી છે. જનસમુદાય શિવજીની ભક્તિમય શ્રાવણમાં જોવામાં આવે છે. ભાદ્રપદમાં ગણેશ અને પિતૃવંદનાનો મહિમા ધરાવે છે. આશ્ર્વિનમાં શક્તિની ઉપાસના નવરાત્રિમાં થાય છે. આમ સમગ્ર ચાતુર્માસ સાંસારિક અને સંન્યાસીઓ માટે ખૂબ જ ધર્મલાભ માટે મહિમાવંત છે.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ બેપરવા, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી
ખ ગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન