આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૬-૮-૨૦૨૪,
મંગલાગૌરી વ્રત, મહાલક્ષ્મી સ્થાપન પૂજન,
ભારતીય દિનાંક ૧૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૨
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨જો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર મઘા સાંજે ક. ૧૭-૪૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ.)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૨, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૨ (તા. ૭)
ઓટ: સવારે ક. ૦૬-૩૫, રાત્રે ક. ૧૯-૨૭.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – દ્વિતીયા. મંગલાગૌરી વ્રત, મહાલક્ષ્મી સ્થાપન પૂજન, જીવંતિકા પૂજન, મુસ્લિમ ૨જો સફર માસારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ : સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ પૂજા, સૂર્ય-મંગળ-કેતુ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પિતૃપૂજન, વડનું પૂજન, મઘા જન્મનક્ષત્ર, શાંતિ પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, ઘર, ખેતર, જમીન, મકાન, સ્થાવર લેવડદેવડ.
શ્રાવણ મહિમા: શ્રાવણી પૂર્ણિમાએ શ્રવણ, ઘનિષ્ઠા નક્ષત્ર છે. આથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે. શ્રાવણ માસ એટલે પર્વ, ઉત્સવો, તહેવારોથી ભરપૂર, ઉમંગ અને ઉત્સાહયુક્ત માસ, સર્વત્ર શિવપૂજા, રુદ્રાભિષેક, બ્ર્ાાહ્મણો દ્વારા મંદિરોમાં, ઘરોમાં શ્રદ્ધાપૂર્વક જોવામાં આવે છે. ૐ નમ: શિવાય, મૃત્યુંજય મંત્ર, ત્ર્યંબક મંત્રના જાપ, અનુષ્ઠાનનો મહિમા આ માસમાં છે. નાસિક, ત્ર્યંબકેશ્ર્વર, ભીમાશંકર આદિ બાર જ્યોર્તિંલિંગની યાત્રાનો મહિમા આ માસમાં છે.
આચમન: ચંદ્ર-બુધ યુતિ તીવ્ર બુદ્ધિ પ્રતિભા, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૭).
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.