પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૫-૮-૨૦૨૪,
શ્રાવણ શુક્લપક્ષ પ્રારંભ, ચંદ્રદર્શન
ભારતીય દિનાંક ૧૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ,માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧લો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૫-૨૦ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૧૫-૨૦ સુધી, પછી સિંહમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૫૬ મધ્ય રાત્રે ક. ૦૦-૪૯ (તા. ૬)
ઓટ: સાંજે ક. ૧૮-૫૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – પ્રતિપદા. શ્રાવણ શુક્લપક્ષ પ્રારંભ, શિવ પાર્થેશ્ર્વર પૂજા, શ્રાવણના ઉપવાસ નિયમપાલન પ્રારંભ, શિવમુષ્ટિ (અક્ષત), ચંદ્રદર્શન, બુધ વક્રી ઈષ્ટિ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સર્પપૂજા, વિશેષરૂપે બુધ ગ્રહદેવતાનું પૂજન, શ્રાવણના શિવપૂજા, ઉપવાસ આદિ નિત્ય નિયમનો પ્રારંભ આજ રોજ શિવજીને અક્ષત ચઢાવવા. શિવજીએ ધારણ કરેલ સર્પપૂજા અવશ્ય કરવી. જન્મકુંડળીમાં ચંદ્રથી બુધના અશુભ યોગ હોય તેમણે અવશ્ય ચંદ્ર અને બુધ ગ્રહના જાપ અને પૂજા કરવા. આજ રોજ નિત્ય થતાં ઔષધ ઉપચાર, ઘર-ખેતર, જમીન, મકાન, ઈત્યાદિ સ્થાવર લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ કરવા, ધાન્ય ઘરે લાવવું, પ્રાણી પાળવા, ગાય-બળદ ઈત્યાદિ પશુઓ જીવસૃષ્ટિ, પર્યાવરણના રક્ષણના કામકાજ કરવા.
શ્રાવણ મહિમા: તા.૫ ઓગસ્ટ થી તા. ૩ સપ્ટેમ્બરનાં ૩૦ દિવસનાં શ્રાવણ માસમાં ૧૫ દિવસનાં શુક્લ પક્ષમાં સાતમની વૃદ્ધિ, તેરસનો ક્ષય થાય છે. ૧૫ દિવસનાં કૃષ્ણપક્ષમાં છઠનો ક્ષય અને અમાસની વૃદ્ધિ થાય છે. શ્રાવણમાં પૂનમ, અમાસનાં ગ્રહણ નથી. આ શ્રાવણમાં પાંચ સોમવાર, મંગળવાર છે. માસારંભ સોમવારે થાય છે. ચંદ્રદર્શન સોમવાર, પ્રતિપદાના દિવસે સિંહ રાશિમાં થાય છે. ચંદ્રનું ઉત્તર શૃંગ ઊંચું રહે છે. શ્રાવણમાં પ્રત્યેક વાર મુજબ ગ્રહના પૂજનનો મહિમા છે. પ્રત્યેક શુક્રવારે જીવંતિકા પૂજન, મહાલક્ષ્મી પૂજનનો મહિમા છે. પ્રત્યેક શનિવારે હનુમાનજી અને પીપળાના પૂજનનો મહિમા છે. શ્રાવણમાં ગાયત્રી જાપનો મહિમા છે. પ્રત્યેક રવિવારે ભગવાન સૂર્યનારાયણનું પૂજન, કરવું. ગાયત્રીહવન કરવો. તા. ૨જીએ સોમવતી અમાસ, તીર્થસ્નાનનો મહિમા ધરાવે છે. મહારાષ્ટ્રમાં પીઠોરી અમાસ તા. ૨જીએ ઉજવવામાં આવશે.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૬)
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?