આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૩-૮-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૮મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર: પુનર્વસુ સવારે ક. ૧૧-૫૮ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૪૭, રાત્રે ક. ૨૩-૩૭
ઓટ: સાંજે ક. ૧૭-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૮ (તા. ૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – ચતુર્દશી – કેર પૂજા (ત્રિપૂરા), આદિ અમાવાસ્યા (દક્ષિણ ભારત).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ:ગુરુ શનિ ગ્રહદેવતાનું પૂજન, અદિતિ પુજન, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રપાઠ વાંચન, શ્રી તુલસીજીનું પુજન, શ્રી સુક્ત, પુરુષ્સુક્ત, શ્રીગણેશ અથર્વશીર્ષમ્ અભીષેક પૂજા, વાંસ વાવવાં, વૃક્ષ વાવવાં, હજામત, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, હનુમાન ચાલિસા, સુંદરકાંડ, નિત્ય થતાં પશુ લેવડદેવદનાં કામકાજ, પિપળાનું પૂજન.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીતપ્રિય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.