પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મતુ), ગુરુવાર, તા. ૧-૮-૨૦૨૪, પ્રદોષ, લોકમાન્ય ટિળક પુણ્યતિથિ
ભારતીય દિનાંક ૧૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૬મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર: મૃગશીર્ષ સવારે ક. ૧૦-૨૩ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર ;મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૧૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૧૬, રાત્રે ક. ૨૧-૫૭,ઓટ: સાંજે ક. ૧૬-૧૭, મધ્યરાત્રિ પછી
ક. ૦૪-૦૯ (તા. ૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – દ્વાદશી. પ્રદોષ, લોકમાન્ય ટિળક પુણ્યતિથિ.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૨૩ પછી શુભ.
મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ,શિવ પાર્વતી પૂજા,જાપ,કીર્તન,ભક્તિ,રાત્રિ જાગરણ, ચંદ્ર ગુરુ-રાહુ, ગ્રહદેવતાનું પૂજન, શિવપૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિશેષરૂપે, અગરના ઔષધનું લેપન, નવા ઔષધ ઉપચારનો પ્રારંભ, વિદ્યારંભ, બાળકને અન્નપ્રાશન, આભૂષણ, વસ્રો, રાજ્યાભિષેક, બગીચો બનાવવો, ધજા-કળશ-પતાકા ચઢાવવી, ખેતીવાડી, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ઘર-ખેતર જમીન, મકાન ઈત્યાદિ સ્થાવર મિલકતની લેવડદેવડ.
ઓગસ્ટ માસના સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજના તા. ૧લી ઓગસ્ટના ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૦૩-૦૧, ચંદ્ર અસ્ત: ક. ૧૬-૦૦, બુધ ઉદય: ક. ૦૮-૦૪, બુધ અસ્ત: ક. ૨૦-૨૫, શુક્ર ઉદય: ક. ૦૭-૨૫, અસ્ત: ક. ૨૦-૦૮, મંગળ ઉદય: ક. ૦૧-૪૯, અસ્ત: ક. ૧૪-૫૧, ગુરુ ઉદય: ક. ૦૨-૧૭, અસ્ત: ક. ૧૫-૨૨. શનિ ઉદય: ક. ૨૧-૨૮, અસ્ત: ક. ૦૨-૧૨ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે કર્ક રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મકર રાશિ લગ્ન ઉદિત થાય છે.
સૂર્ય તા. ૨જીએ આશ્ર્લેષામાં, તા. ૧૬મીએ મઘા અને સિંહમાં, તા. ૩૦મીએ પૂર્વાફાલ્ગુની પ્રવેશ. મંગળ તા. ૧૬મીએ મૃગશીર્ષમાં, તા. ૨૬મીએ મંગળ વૃષભમાંથી મિથુનમાં પ્રવેશ. વક્રી બુધ તા. ૨૨મીએ આશ્ર્લેષા પુન: પ્રવેશ. બુધ તા. ૨૨મીએ વક્રી ગતિએ કર્કમાં પ્રવેશ. તા. ૫થી ૨૮ ઓગસ્ટ બુધ વક્રી રહે છે. ગુરુ તા. ૨૦મીએ મૃગશીર્ષ પ્રવેશ. શુક્ર તા. ૧૧મીએ પૂર્વાફાલ્ગુની પ્રવેશ, તા. ૨૨મીએ ઉત્તરા ફાલ્ગુની, શુક્ર તા. ૨૪મીએ સિંહમાંથી ક્ધયામાં પ્રવેશ. વક્રી શનિ તા. ૧૯મીએ પૂર્વાભાદ્રપદાના પ્રથમ ચરણમાં પ્રવેશે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, સૂર્ય-રાહુ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, સૂર્ય-રાહુ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૨) ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button