પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૩૦-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧૦
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૪મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૧૦-૨૨ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૨, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
ભરતી : સવારે ક. ૦૭-૫૮, સાંજે ક. ૧૮-૫૬
ઓટ: બપોરે ક. ૧૩-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૧ (તા. ૩૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – દસમી. વિષ્ટિ ક. ૧૬-૪૫ સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, સૂર્ય- ચંદ્ર-મંગલ ગ્રહદેવતાનું પૂજન, વિનાયક પૂજા, અગ્નિ દેવતાનું પૂજન, બ્રહ્માજી-ધ્રુવદેવતાનું પૂજન, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, માલ વેચવો, ધાન્ય ખરીદવું, ઉંબરાના વૃક્ષનું પૂજન, પશુ લેવડ-દેવડ, જાંબુનું વૃક્ષ વાવવું, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, મુંડન કરાવવું નહીં, પાટ અભિષેક પૂજા, બગીચાનાં કામકાજ, મંદિરોમાં ધજા કળશ પતાકા ચઢાવવી, લાલ વસ્ત્રો આભૂષણ, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા,
આચમન: જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ભાષાઓના જ્ઞાતા, ચંદ્ર-મંગળ યુતિ સતત પ્રવૃત્તિશીલ ચંદ્ર-ગુરુ યુતિ નાણાંવ્યવસ્થા જાળવી શકે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-ગુરુ યુતિ (તા. ૩૧), ચંદ્ર-કૃત્તિકા યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.