પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૦૨૩, ત્રયોદશી શ્રાદ્ધ

ભારતીય દિનાંક ૨૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૧૧-૩૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૮-૧૬ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૧૦-૪૩, રાત્રે ક. ૨૩-૦૪
ઓટ: સાંજે ક. ૧૬-૪૬, મધ્યરાત્રે ક. ૦૪-૪૭ (તા. ૧૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ત્રયોદશી. ત્રયોદશી શ્રાદ્ધ, કલિયુગાદિ, શિવરાત્રિ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૫૩. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
મુહૂર્ત વિશેષ: શ્રી પાર્વતી, મહાલક્ષ્મી પૂજન, વિનાયક પૂજા, ભગવાન સૂર્યનારાયણ, ધ્રુવદેવતા, ગુરુગ્રહદેવતાનું પૂજન, અર્યંમા પૂજન, પીપળાનું પૂજન, મુંડન કરાવવું નહીં, નિત્ય થતાં દુકાન-વેપાર-નોકરી-દસ્તાવેજના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, મંદિરમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, બગીચો બનાવવો. રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ.
શ્રાદ્ધ પર્વ: આજ રોજ કલિયુગાદિ તિથિ હોઈ તર્પણનો મહિમા પણ અધિક છે. શિવરાત્રિ પર્વ હોય વિશેષરૂપે આજે શિવરૂદ્રાભિષેક, શિવભક્તિ, રાત્રિ જાગરણનો મહિમા છે. તેરસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. તેરસનું શ્રાદ્ધ આયુષ્યમાં વૃદ્ધિ આપે છે. શ્રાદ્ધ વિધિ આળસ કર્યા વગર બ્રાહ્મણ દ્વારા વિધિ સહિત કરાવવાની તત્પરતા દાખવીએ તો શ્રાદ્ધનો મર્મ, મહિમા જળવાઈ રહે છે. શ્રાદ્ધમાં અન્નદાન, ભોજન એ આવશ્યક કર્મ છે.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારના, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ ચાલબાજીવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button