પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૨૨-૭-૨૦૨૪,
નક્ષત્ર, વારનો ચંદ્રગ્રહ દેવતાનો પૂજનનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૩૧, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૬મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૨-૨૦ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૬, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૫, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ –
ભરતી : બપોરે ક. ૧૨-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૪૫ (તા. ૨૩)
ઓટ: સાંજે ક. ૧૮-૫૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – પ્રતિપદા. હિંડોળા પ્રારંભ, અશૂન્ય શયન વ્રત, સૌરાષ્ટ્રમાં ગૌરી વ્રતના પારણાં, સૂર્ય સાયન સિંહમાં ક. ૧૩-૧૫. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન,ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન,શિવ પરિવાર પૂજન, શિવ રુદ્રાભિષેક, શિવસ્ત્રનામાવલી વાંચન, સર્વ શાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશ ગમનનું પસ્તાનું, વાહન, સવારી, દુકાન, વેપાર, વિધ્યારંભ, હજામત, માલ લેવો, પ્રયાણ શુભ, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, રાજ્યાભિષેક, પાટ અભિષેક, વૃક્ષ વાવવાં, મહેલ ધજા પતાકા ચઢાવવી. શ્રી ગણેશ પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, આંબાની ખીરનું નૈવેદ્ય ધરાવવું, પુરુસુક્ત, શ્રીસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ વાંચન.
આચમન: સૂર્ય-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ,
ખગોળ જ્યોતિષ: સૂર્ય-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, બુધ પૂર્વમાં મહત્તમ ઊંચે ૨૬ અંશ ૯ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.