આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨૧-૭-૨૦૨૪, નક્ષત્ર ,વાર નો ભગવાન સૂર્યનારાયણના પૂજનનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૩૦, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૫મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રે ક. ૨૪-૧૩ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં સવારે ક. ૦૭-૨૬ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર ધનુ (ભ, ધ, ફ, ઢ),
મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૧૦, મધ્યરાત્રે ક. ૦૦-૦૨, ઓટ: સાંજે ક. ૧૮-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૬ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – પૂર્ણિમા. ગુરુપૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, સંન્યાસીના ચાતુર્માસ પ્રારંભ, કોકિલા વ્રતારંભ, મન્વાદિ, અન્વાધાન. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ:શ્રી ગુરુ પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારયણનું પૂજન,ગાયત્રી જાપ, હવન, તર્પણ શ્રાદ્ધ, શ્રી ગણેશ પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, પુરુસુક્ત, શ્રીસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ વાંચન, કુળદેવી પૂજન,સપ્તશતી પાઠ વાંચન,સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, અન્નપ્રાશન,નામકરણ,દેવદર્શન,બી વાવવું,ધાન્ય ભરવું,સીમંત સંસ્કાર,નવી તિજોરીની સ્થાપના.
આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ અધ્યાત્મમાં પ્રગતિ સાધી શકે. ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિના, ચંદ્ર-મંગળ ત્રિકોણ સાહસિક, બુધ-હર્ષલ ચતુષ્કોણ મૌલિક વિચારવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, મંગળ-કૃત્તિકા યુતિ, બુધ-હર્ષલ ચતુષ્કોણ (તા. ૨૨), અષાઢી પૂર્ણિમા યોગ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.