પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૧૧-૧૦-૨૦૨૩,
દ્વાદશી શ્રાદ્ધ, રેંટિયા બારસ
ભારતીય દિનાંક ૧૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા સવારે ક. ૦૮-૪૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૧૩, રાત્રે ક. ૨૨-૩૪
ઓટ: સાંજે ક. ૧૬-૨૨, મધ્યરાત્રે ક. ૦૪-૧૫ (તા. ૧૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દ્વાદશી. દ્વાદશી શ્રાદ્ધ, રેંટિયા બારસ, સંન્યાસીના મહાલય, પ્રદોષ, પ્લુટો માર્ગી. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં સવારે ક. ૦૭-૫૮ વાહન ઉંદર (સંયોગિયું નથી.).
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ-પાર્વતી પૂજા, પ્રદોષ-વ્રત ઉપવાસ, શિવભક્તિ-કીર્તન, જાપ, નામસ્મરણ, રાત્રિ જાગરણ, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વ શાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લે-વેંચ, ઘર-ખેતર જમીન, મકાન, સ્થાવર લેવડદેવડના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, પ્રયાણ મધ્યમ, ખાખરાનું વૃક્ષ વાવવું. તા. ૨૩ સુધીમાં ઘઉં, ચણા, કપાસ, રૂ, સોનું, ચાંદી ગોળ, ખાંડ, અડદ, મસૂર, લાખ, કેસર, કપૂર વગેરેમાં તેજી આવે તેમ દર્શાવે છે, કેટલેક ઠેકાણે લોકોમાં તાવના રોગોનો ઉપદ્રવ વધે તેમ જણાય છે.
શ્રાદ્ધ પર્વ: બારસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું જે બુદ્ધિબળમાં વૃદ્ધિ કરી વ્યક્તિને મેધાવી બનાવે છે. સંન્યાસીના શ્રાદ્ધ આજ રોજ કરવા, શ્રાદ્ધ પર્વને સકારાત્મક, ધર્મની ફરજની દષ્ટિએ સમજવાથી શ્રાદ્ધનો મર્મ સહજતાથી સમજાય છે. શ્રાદ્ધનું વિજ્ઞાન સમજવા માટે વર્ષમાં આવતા અનેક શ્રાદ્ધ પર્વોમાં તર્પણ શ્રાદ્ધ કરવાથી ધીરે ધીરે સમજમાં આવે છે. શ્રાદ્ધ એટલે દિવંગત સ્વજનોને વૈદિક વિધિથી આપવામાં આવતી શ્રદ્ધાંજલિ. શ્રાદ્ધ વિધાન પદ્ધતિ હજારો વર્ષથી શાશ્ર્વત સત્ય પુરવાર થઈ છે. દિવંગતને શ્રાદ્ધવિધિથી સ્મરણાંજલિ આપવાનો અવસર ચૂકવો જોઈએ નહીં.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ ભાતૃસુખ, ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ ખટપટ કરવાવાળો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button