આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨૯-૬-૨૦૨૪, અષ્ટમી.
ભારતીય દિનાંક ૮, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૮-૧૮ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૭, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક. ૧૬-૩૬,
ઓટ: સવારે ક. ૧૧-૧૬, મધ્ય રાત્રે ક. ૦૦-૧૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – અષ્ટમી. બુધ કર્ક રાશિમાં ક. ૧૨-૨૩. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શિવપાર્વતી પૂજા, કુળદેવી પૂજા, શક્તિપૂજા, શનિ-બુધ ગ્રહદેવતાનું પૂજન, પૂષા દેવતાનું પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાંઠ વાંચન.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ ભીરુ સ્વભાવના, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ સ્વભાવની અનિશ્ર્ચિતતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, શનિ વક્રી થાય છે. શુક્ર પુનર્વસુ પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત આવી ઉત્તરે થશે.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન/કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.