આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, ગુરુવાર, તા. ૨૭-૬-૨૦૨૪, વિષ્ટિ
ભારતીય દિનાંક ૬, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર શતભિષા સવારે ક. ૧૧-૩૬ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૧ સુધી (તા. ૨૮મી), પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૬-૦૩, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૪ (તા. ૨૮)
ઓટ: સવારે ક. ૦૯-૦૫, રાત્રે ક. ૨૨-૨૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – ષષ્ઠી. વિષ્ટિ સાંજે ક. ૧૮-૪૦ થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૩૨. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ-રાહુ ગ્રહદેવતાનું પૂજન, વરુણદેવતાનું પૂજન, અજૈક્યપાદ દેવતાનું પૂજન.કદંબના વૃક્ષનું પૂજન, અગાઉ વાસ્તુ શાંતિ હવન થયેલ ઘરમાં રહેવા જવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ-પતાકા ચઢાવવી. બગીચો બનાવવો, વસ્રો, આભૂષણ, માલ લેવો, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, દુકાન-વેપાર, વાહન સવારી, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, પશુ લે-વેંચ, રત્નધારણ, વૃક્ષ વાવવા. આંબો વાવવો.
આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ લાગણીવાળા, ચંદ્ર-શનિ યુતિ મોટી મોટી આશા રાખનારા, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્ર બુદ્ધિપ્રતિભા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે. શુક્રનો પશ્ર્ચિમમાં ઉદય થાય છે.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર