આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨૨-૬-૨૦૨૪,
સંત કબીર જયંતી,
ભારતીય દિનાંક ૧, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર મૂળ સાંજે ક. ૧૭-૫૩ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૫, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૨-૨૭, મધ્યરાત્રે ક. ૦૦-૧૩
ઓટ: સાંજે ક. ૧૮-૩૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – પૂર્ણિમા. સંત કબીર જયંતી, ભારતીય આષાઢ માસારંભ, ઈષ્ટિ. જ્યેષ્ઠ પૂર્ણિમાં. વટસાવિત્રી વ્રતના પારણા, દેવસ્નાન પૂર્ણિમા (બંગાળઽઓરિસ્સા), પ્રતિપદા ક્ષય તિથિ છે, ગુરુ હરગોવિંદ સિંહ જયંતી (કાશ્મીર), સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, કુળદેવી દેવતાના દર્શન, તીર્થયાત્રા સ્નાન, ઔષધ ઉપચાર, શ્રી સત્યનારાયણ દેવતાની પૂજાનો મહિમા, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ખેતીવાડીના કામકાજ, પશુ લે-વેંચ, બી વાવવું.
આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ આરોગ્ય માટે પ્રતિકૂળ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ આળસનો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ. સૂર્ય આર્દ્રા પ્રવેશ. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૨૧ કળાના અંતરે રહે છે. ચંદ્ર જયેષ્ઠ પૂર્ણિમા યોગ.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર