આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૧૫-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૫, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૦૮-૧૩ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : સવારે ક. ૦૬-૩૩, સાંજે ક. ૧૮-૩૦
ઓટ: સવારે ક. ૧૨-૧૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૯ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – નવમી. સીતા નવમી, શ્રી હરિનવમી, કુમારી પૂજન, રાજસ સંક્રાંતિ (ઓરિસ્સા). સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ક. ૧૨-૩૯.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, હનુમાન ચાલીસા સુંદર કાંડ, બજરંગ બાણ પાઠ વાંચન, રામરક્ષા સ્તોત્ર, ચંદ્ર-સૂર્ય-શનિ દેવતાનું પૂજન, જુઈ વાવવી, જુવારનો લાડુ ભગવાનને ધરાવવો. નિત્ય થતાં દુકાન-વેપાર ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બી વાવવું, મહેંદી લગાવવી, મુહૂર્ત નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહોદરોમાં સંપ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ નિર્ણયોનો ભય રહે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ (તા. ૧૬)
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ/ મિથુન, મંગળ-મેષ, બુધ-વૃષભ/ મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર- મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર