આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૧૪-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૪, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૧-૫૪ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૭-૪૬,
ઓટ: સવારે ક. ૧૦-૫૮, મધ્યરાત્રે ક. ૦૦-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, મેલાક્ષીર ભવાની (કાશ્મીર), સૂર્ય મિથુનમાં ક. ૨૪-૨૫, બુધ મિથુનમાં ક. ૨૩-૦૭, ભદ્રા સમાપ્તિ ક. ૧૦-૪૬.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શ્રી વિનાયક પૂજા, શ્રી સૂર્યનારાયણ પૂજન, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી, શિવ-પાર્વતીનું પૂજન, અર્યમા પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, મિત્રતા કરવી. સ્થિર કાર્યો, બેન્ક એકાઉન્ટ ખોલાવવું, લોકર ખોલાવવું, શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું, શેરબજારના કામકાજ પ્રારંભવા, શાંતિ, સુલેહ વાટાઘાટો કરવી. પ્રયાણ મધ્યમ, નવાં વસ્રો, આભૂષણ, દુકાન વેપાર, નોકરી, દસ્તાવેજ, રાજ્યાભિષેક, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, બગીચો બનાવવો, ધજા, કળશ-પતાકા ચઢાવવી. મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિ. ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે સંઘર્ષ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર વિચારના, સૂર્ય-બુધ યુતિ કાર્યક્ષમતા વધતી રહે, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ ચાલબાજીવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, સૂર્ય-બુધ યુતિ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ, ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ/ મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર- મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર